Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : મણિનગરમાં બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડતા 5 દટાયા

અમદાવદના (Ahmedabad) મણિનગરમાંથી (Maninagar) એક મોટા સમાચાર સામે આવ્યા છે. મણિનગરમાં ICICI બેન્ક પાસે એક બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને (Fire Brigade) કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ...
12:45 PM Feb 14, 2024 IST | Vipul Sen

અમદાવદના (Ahmedabad) મણિનગરમાંથી (Maninagar) એક મોટા સમાચાર સામે આવ્યા છે. મણિનગરમાં ICICI બેન્ક પાસે એક બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને (Fire Brigade) કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ, માહિતી છે કે આ દુર્ઘટનામાં 5 મજૂરો દટાયા હતા જે પૈકી 4 ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી ચૂક્યા છે.

શહેરના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવેલી ICICI બેન્ક પાસે શ્રીજી એલિગન્સની (Shreeji Elegance) કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી છે. જો કે, બુધવારે સવારે આ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. માહિતી છે કે આ દુર્ઘટનામાં બાંધકામ સાઈટ પર કામ કરતા મજૂરો પૈકી 5 ભેખડમાં દટાયા હતા. જો કે, ફાયરની ટીમે 4 લોકોને બહાર કાઢી દીધા હોવાની માહિતી છે. ત્યારે અન્ય એકનું રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ ચાલુ છે. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી.

આ પણ વાંચો - VNSGU : દિલ્હીમાં યુનિવર્સિટીને એવોર્ડ એનાયત કરાયો, શૈક્ષણિક ક્રેડિટ રેકોર્ડમાં દેશભરમાં પ્રથમ ક્રમે

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabadfire brigadeGujarat FirstGujarati NewsICICI Bank in ManinagarManinagarRockfall IncidentShreeji Elegance
Next Article