Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વસ્ત્રાલમાં યોજાયેલ સમૂહલગ્નનાં 113 યુગલ સાથે લાખોની છેતરપિંડી

Ahmedabad : રાજ્યમાં લૂંટેરી દુલ્હનના આતંકના સમાચાર તમે સાંભળ્યા હશે પરંતુ, હવે લૂંટેરા આયોજકનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાલમાં (Vastral) આવેલા મ્યુનિ. કોર્પોરેશનના (AMC) એક પાર્ટી પ્લોટમાં યોજાયેલ સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આયોજક દ્વારા 24 લાખથી...
ahmedabad   વસ્ત્રાલમાં યોજાયેલ સમૂહલગ્નનાં 113 યુગલ સાથે લાખોની છેતરપિંડી

Ahmedabad : રાજ્યમાં લૂંટેરી દુલ્હનના આતંકના સમાચાર તમે સાંભળ્યા હશે પરંતુ, હવે લૂંટેરા આયોજકનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાલમાં (Vastral) આવેલા મ્યુનિ. કોર્પોરેશનના (AMC) એક પાર્ટી પ્લોટમાં યોજાયેલ સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આયોજક દ્વારા 24 લાખથી વધુની ઉઘરાણી કરી ફરાર થયાનો આરોપ સાથે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં (Amraiwadi police station) ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત કરી છે.

Advertisement

113 યુગલો પાસેથી રજિસ્ટ્રેશનના નામે લાખો રૂપિયા પડાવ્યાં

અમદાવાદમાં (Ahmedabad) સમૂહ લગ્નના નામે 113 યુગલો સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાલમાં (Vastral) આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પાર્ટીપ્લોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 113 યુગલોનાં લગ્ન કરાવી કરિયાવરનો સામાન આપવાની વાત કરવામાં આવી હતી. આ માટે 113 યુગલો પાસેથી રજિસ્ટ્રેશનના નામે 22 હજાર રૂપિયા દીઠ લેવામાં આવ્યા હતા.

સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Advertisement

અમરાઈવાડી પોલીસે આરોપીની ધરપકડ કરી

આરોપ મુજબ, સમૂહ લગ્નના કાર્યક્રમ બાદ તમામ યુગલને કરિયાવરનો સામાન ન આપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આયોજક દ્વારા 24 લાખથી વધુની ઉઘરાણી કરી ફરાર થયાનો આરોપ પીડિત પરિવાર દ્વારા લગાવામાં આવ્યો છે. એક દિવસ પહેલા સુધી કોઈ આયોજક ન દેખાતા પૈસા અપનાર લોકો મોડી રાતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ કેસમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં (Amraiwadi police station) આયોજક પ્રકાશ પરમાર નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હતી. આક્ષેપ છે કે 50, ભારતીનગર અમરાઇવાડી (Amraiwadi) પોસ્ટ ઓફિસની સામે પ્રકાશ પરમાર દ્વારા ઓફિસ પણ બનાવવામાં આવી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી પ્રકાશ પરમારની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat: બિહારમાં સોનાની લૂંટ કરનારા બે આરોપીને પલસાણા પોલીસે ઝડપ્યા

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ AMC ને ફરજ યાદ આવી! વધુ એક ગેમઝોન કર્યું સીલ

આ પણ વાંચો - VADODARA : મળસ્કે ચાર વાગ્યે પત્નીએ કહ્યું, “દિકરી તેની પથારીમાં નથી”

Tags :
Advertisement

.