ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Agriculture : રાજ્ય સરકારની ખેડૂતોને મોટી રાહત, ટેકાના ભાવમાં કરાયો આટલો વધારો, જાણો વિગત

આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની (Raghavji Patel) અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25 ખરીફના પાકોના (Agriculture) ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપતો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે....
09:54 PM Jan 31, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની (Raghavji Patel) અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25 ખરીફના પાકોના (Agriculture) ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપતો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ, રાજ્ય સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે. રવી સિઝનમાં ચણા, રાયડા અને તુવેર પાકની ખરીદી કરવામાં આવશે.

ગાંધીનગર ખાતે આજે કૃષિમંત્રી રાઘવજી પટેલની (Raghavji Patel) અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પાણી પૂરવઠામંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya), કૃષિ વિભાગના (Agriculture) અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ, કૃષિ વિભાગના અધિકારી, કિસાન સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2024-25 માટે ખરીફના પાકોના ભાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ખેડૂતોને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે અને ટેકાના ભાવમાં વધારો કરાયો છે. માહિતી મુજબ, 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી નોંધણી કરી શકાશે. ખેડૂતો ઇ-સમૃદ્ધી વેબસાઈટ પર આ નોંધણી કરી શકાશે. 20 ફેબ્રુઆરીથી ખરીદી કરવામાં આવશે.

 

આજની બેઠકમાં ચર્ચા કર્યા પ્રમાણે વિવિધ 10 જેટલાં પાકોના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે. કૃષિ ભાવ પંચ દ્વારા કેન્દ્ર સરકારને ટેકાના ભાવ માટે દરખાસ્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારને દરખાસ્ત કરેલ ટેકાના ભાવ આ મુજબ છે.

> ડાંગર- 2800 રૂપિયા પ્રતિ ક્વિંટલ
> બાજરી- 3350 રૂપિયા પ્રતિ ક્વિંટલ
> જુવાર - 5500 રૂપિયા પ્રતિ ક્વિંટલ
> મકાઈ- 4500 રૂપિયા પ્રતિ ક્વિંટલ
> તુવેર 9000 રૂપિયા પ્રતિ ક્વિંટલ
> મગ 9500 રૂપિયા પ્રતિ ક્વિંટલ
> અડદ 9250 રૂપિયા પ્રતિ ક્વિંટલ
> મગફળી 8000 રૂપિયા પ્રતિ ક્વિંટલ
> તલ 11,500 રૂપિયા પ્રતિ ક્વિંટલ
> કપાસ 10,000 રૂપિયા પ્રતિ ક્વિંટલ

રવી સિઝનમાં ચણા, રાયડો અને તુવેર પાકની ખરીદી કરવામાં આવશે.

> તુવેર 1400 પ્રતિ 20 કિલો
> ચણા 1088 પ્રતિ 20 કિલો
> રાયડા 1130 પ્રતિ 20 કિલો

 

આ પણ વાંચો - Gujarat University : ઉત્તરવહી કૌભાંડ મામલે વધુ 14 ની ધરપકડ, મુખ્ય આરોપી સાથે કરી હતી આ ડીલ

Tags :
Agricultural Price CommissionagricultureAgriculture Minister Raghavji PatelAgroNewsChanae-SamriddhiFarmersfarmingGandhinagarGujarat FirstGujarati Newskharif cropsMinister Kunvarji BavaliyaRaidaStateGovernment
Next Article