Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat High Court : એફિડેવિટ એ ઔપચારિકતા નથી, અરજીનું હ્રદય અને આત્મા છે : Chief Justice

Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) ફાઈલ થતી એફિડેવિટ્સ (Affidavits) પર ચીફ જસ્ટિસનું અવલોકન સામે આવ્યું છે. એફિડેવિટ ડ્રાફ્ટિંગ માટે યોગ્ય ફોર્મેટ ન અનુસરાતા હોવાનું અવલોકન કરી રાજ્ય સરકારના અધિકારીઓના 'ચલતા હૈ' વલણ સામે ભારે નારાજગી દર્શાવી...
gujarat high court   એફિડેવિટ એ ઔપચારિકતા નથી  અરજીનું હ્રદય અને આત્મા છે   chief justice

Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) ફાઈલ થતી એફિડેવિટ્સ (Affidavits) પર ચીફ જસ્ટિસનું અવલોકન સામે આવ્યું છે. એફિડેવિટ ડ્રાફ્ટિંગ માટે યોગ્ય ફોર્મેટ ન અનુસરાતા હોવાનું અવલોકન કરી રાજ્ય સરકારના અધિકારીઓના 'ચલતા હૈ' વલણ સામે ભારે નારાજગી દર્શાવી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે, એફિડેવિટ એ ઔપચારિકતા નથી, અરજીનું હ્રદય અને આત્મા હોય છે. Gujarat High Court ચીફ જસ્ટિસે (Chief Justice) કહ્યું કે, યોગ્ય ફોર્મેટમાં નહીં હોય તો રિજેક્ટ કરવા આદેશ કરાશે.

Advertisement

ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) ફાઈલ થતી એફિડેવિટ્સ (Affidavits) યોગ્ય ફોર્મેટમાં ન હોવાનું ચીફ જસ્ટિસ દ્વારા અવલોકન કરાયું હતું. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે (Chief Justice Sunita Aggarwal) રાજ્ય સરકારના અધિકારીઓના 'ચલતા હૈ' વલણ સામે નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે, એફિડેવિટ એ ઔપચારિકતા નથી, એફિડેવિટ અરજીનું હ્રદય અને આત્મા હોય છે. ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, યોગ્ય ફોર્મેટમાં એફિડેવિટ નહીં હોય તો રિજેક્ટ કરવા રજિસ્ટ્રીને આદેશ કરીશું.

હાઈકોર્ટમાં તમે ‘ચલતા હૈ’ તેવું વલણ ન દાખવી શકો : CJ

આ સાથે ચીફ જસ્ટિસે કહ્યું કે, હાઈકોર્ટમાં તમે ‘ચલતા હૈ’ તેવું વલણ ન દાખવી શકો. જણાવી દઈએ કે, ચીફ જસ્ટિસે (Chief Justice) એફિડેવિટમાં ખામી દર્શાવતાં, વકીલે 'અહીંયા એવું જ ચાલતું' હોવાની વાત કરી હતી. આથી ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે નારાજગી દર્શાવી હતી. જો કે, હાઈકોર્ટની ઝાટકણી બાદ આ સમગ્ર મામલે તપાસ કરવા અને ભૂલ સુધારવાની એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે (Manisha Lavkumar Shah) કોર્ટને ખાતરી આપી હતી.

Advertisement

આ પણ વાંચો - VADODARA : PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ખુરશીઓ વધારવી પડી

Advertisement

આ પણ વાંચો - Ashwini Vaishnav EXCLUSIVE : કેન્દ્રીય રેલવેમંત્રીની Gujarat First સાથે ખાસ વાતચીત, PM મોદી અને ભારતીય રેલવે અંગે કહી આ વાત 

આ પણ વાંચો - Bardoli: ગુજરાત ફર્સ્ટની લાઇવ સ્ટુડીઓ વાન પહોંચી બારડોલી લોકસભા બેઠક પર

Tags :
Advertisement

.