Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha નું એક એવું ગામ જયાં લોકોને મળી રહ્યું છે ખારું પાણી

અહેવાલ -સચિન શેખલીયા - બનાસકાંઠા   Banaskantha : બનાસકાંઠા (Banaskantha) નું છેવાડા નું ધારેવાડા (Dharewada village) એવું ગામ જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે ગ્રામ પંચાયતના ત્રણ બોર અને ગામના ખેડૂતોના તમામ બોર માંથી પાણી ખારું આવે છે જોકે...
06:17 PM Jan 17, 2024 IST | Hiren Dave
drinking water

અહેવાલ -સચિન શેખલીયા - બનાસકાંઠા

 

Banaskantha : બનાસકાંઠા (Banaskantha) નું છેવાડા નું ધારેવાડા (Dharewada village) એવું ગામ જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે ગ્રામ પંચાયતના ત્રણ બોર અને ગામના ખેડૂતોના તમામ બોર માંથી પાણી ખારું આવે છે જોકે ખારા પાણીને કારણે અનેક વાર પીવાના પાણીની તો તકલીફ પડે છે સાથે સાથે ખેડૂતો ખેતી કેવી રીતે કરવી તે એક પ્રશ્ન છે ગ્રામજનોની માગણી છે કે સરકારની પાણી માટે ની અનેક યોજનાઓ છે .ત્યારે આ યોજનાઓ દ્વારા ધારેવાડા ગામને પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળી રહે અને સિંચાઈ લક્ષી કંઈક વ્યવસ્થા થાય તેવી ગ્રામજનો ની માંગ છે.

 

ધારેવાડા ગામમાં પાણીની મોટી સમસ્યા

વડગામ તાલુકા (Vadgam Taluka) ના ધારેવાડા ગામમાં જવાનું થાય તો પીવા નું મીઠું પાણી સાથે લઇ ને જવું પડે તેવી પરિસ્થિતિ આ ગામ ની છે.ગામ માં પ્રવેશીએ એટલે તમને પીવાનું પાણી ખારું જ મળે કારણ કે ધારીવાડા ગામમાં એક પણ પાણીનો એવો સ્ત્રોત નથી જ્યાંથી મીઠું પાણી મળે અને જેને કારણે ખેડૂતો ને હવે ખેતી કેવી રીતે કરવી એક જટિલ સમસ્યા છે ધારેવાડા ગામ ની બાજુ માં આવેલા બાજુમાં ગામોમાં મીઠું પાણી છે.. જ્યાં માત્ર ધારેવાડા એવું ગામ છે જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે અને જેને લીધે પશુપાલન અને ખેતી કરવાનું મુશ્કેલ બન્યું છે પાણીના તળ 500 થી 600 ફૂટ નીચા છે અને ત્યાં પણ ક્ષારયુક્ત અને ખારું પાણી મળે છે..આ ક્ષારયુક્ત પાણીથી લોકો પથરી અને ઢીંચણના દુખાવાના રોગના પણ ભોગ બની ચૂક્યા છે.. જેથી ગ્રામજનો પરેશાન છે..પરંતુ આ કુદરતી સમસ્યા સામે ગ્રામજનો લાચાર છે..અને સરકાર પાસે મીઠા પાણી માટે ની કોઈ યોજના હેઠળ આ સમસ્યા થી છુટકારો મળે તે માટે ની માંગ કરી રહ્યા છે.

લોકો પથરીની બીમારી અને હાડકાની સમસ્યા સામે આવી 

ગામના આગેવાન હરેશ ચૌધરી અને દીપક ચૌધરીએ જણાવ્યું હતું કે, ધારેવાડા ગામના પાણીના ટીડીએસ ચકાસવામાં આવ્યા તો 1800 થી 2000 ટી ડી એસ ની માત્રા પાણીમાં જોવા મળી છે..તેને કારણે ગામના ઘણા લોકો પથરીની બીમારી અને હાડકાના રોગ ન ભોગ બન્યા છે..તો બીજી તરફ ખેડૂતોના ખેતરમાં જે પાણીના બોર છે તેમાંથી આવતું પાણી તેમાંથી મોટા પ્રમાણમાં ક્ષાર નીકળે છે અને જેને કારણે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિથી તો ખેતી થઈ શકતી જ નથી. કારણ કે ટપક પદ્ધતિથી ખેડૂત ખેતી કરવા જાય તો તેની પાઇપોમાં ક્ષાર ફસાઈ જાય છે અને તે બ્લોક થઈ જાય છે જ્યારે નળની આજુબાજુ પાણીના ટાંકામાં પાણીના હવાડામાં આ તમામ જગ્યાએ ક્ષાર જ જોવા મળે છે..લોખંડ ની પાઇપો પર પણ કાટ લાગી જાય છે.. પશુપાલન કરતા લોકોને પશુઓને પાણી પીવડાવવું પણ ખતરો છે..ખેતી કરતા ખેડૂતો નું કહેવું છે કે પાકો માટે આ પાણી માફક આવતું નથી જેનાથી ખેતી માં પણ ઉત્પાદન મળતું નથી..પૂરતા પ્રમાણમાં પાક લઈ શકતા નથી અને જેને કારણે આગામી સમયમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય ખૂબ જ મુશ્કેલ બનવાનો છે તેવું ગ્રામજનોનું માનવું છે..

 

Banaskantha નું ધારેવાડા ગામ 1500 લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને ૯૦ ટકા લોકો પશુપાલન અને ખેતી પર આધારિત છે...પાણી એ સૌની પ્રાથમિક જરૂરિયાત હોય છે.ત્યારે ખેતી અને પશુપાલન પર આધારિત ખેડૂતોને પાણીની જરૂર પડે છે પરંતુ પાણી ક્ષારયુક્ત અને ખારું આવે છે જોકે પીવાના પાણી હાલ ધરોઈ થી આવે છે. પણ આ ગામમાં કાયમી મીઠા પાણી માટે ની કોઈ વ્યવસ્થા નથી..ત્યારે ગ્રામજનોની માંગ છે કે સરકાર નાં પાણી પુરવઠા વિભાગ દ્વારા અનેક તળાવ ભરાય છે..અનેક પાઇપલાઇનો દ્વારા દૂર સુધી પણ પાણી પહોંચાડાય છે. ત્યારે ધારેવાડા ગામ માં પણ યોજના થકી ગામના તળાવ ભરાય અને નહેર દ્વારા પાણી અપાય છે તે યોજના ધારેવડા ગામમાં લાવવામાં આવે કોઈ નર્મદાની નહેરની વ્યવસ્થા કરવામાં આવે તો ધારેવાડા ગામની પરિસ્થિતિ સુધરી શકે .તેમજ મીઠા પાણી માટે પણ સરકાર ઝડપી કોઈ વિકલ્પ દ્વારા ગામની ભારે આવે તેવી ગ્રામજનો ની માંગ છે..

 

આ  પણ  વાંચો  - માંડલમાં અંધાપાકાંડ અંગે સરકાર પાછી પાની નહીં કરે : આરોગ્ય મંત્રી

 

Tags :
BanaskanthaDharewada villagedrinking waterGovernment Irrigation SchemeSalt water
Next Article