Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad: કાયદાના ધજાગરા, કાર ઉપર બેસીને બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો વીડિયો થયો વાયરલ

બોટાદમાં શખ્સનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ ગાડીના બોનેટ પર બેસી શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતું વાયરલ વીડિયો મામલે પોલીસમાં કરાઇ અરજી લાઠીદડ ગામના જગદીશ ભુવા નામના શખ્સે કર્યું હતું ફાયરિંગ વીડિયો વાયરલ કરીને જાહેરનામાનો ભંગ કરવા બદલ અરજી  ...
botad  કાયદાના ધજાગરા  કાર ઉપર બેસીને બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો વીડિયો થયો વાયરલ

બોટાદમાં શખ્સનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ
ગાડીના બોનેટ પર બેસી શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતું
વાયરલ વીડિયો મામલે પોલીસમાં કરાઇ અરજી
લાઠીદડ ગામના જગદીશ ભુવા નામના શખ્સે કર્યું હતું ફાયરિંગ
વીડિયો વાયરલ કરીને જાહેરનામાનો ભંગ કરવા બદલ અરજી

Advertisement

રાજ્યમાં ફરી એકવાર કાયદાના ધજાગરા ઉડ્યા છે. યુવાનોમાં જાણે કે પોલીસનો કોઈ ડર ન હોય તેમ થોડા ફોલોઅર્સની લાલચમાં અવનવા વીડિયો બનાવી વાયરલ કરતાં હોય છે. આવો જ એક વીડિયો બોટાદમાં વાયરલ થયો છે. બોટાદમાં કાર ઉપર બેસીને બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ પોલીસમાં અરજી કરવામાં આવી છે.

Advertisement

VIral Video

લાઠીદડ ગામના જગદીશભાઈ ભૂવા નામના શખ્સે થાર કારપર બેસીને હવામાં ફાયરીંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ કર્યો હતો. જેને લઈ કારીયાણી ગામના જયલુભાઈ રાજભાઈ ખાંચરે એસઓજી પોલીસમા અરજી કરી છે. જેમાં 23 ઓક્ટોબરે વીડિયો વાયરલ કર્યાનો ઉલ્લેખ છે. ઉપરાંત ફાયરિંગ કરતો વીડિયો વાયરલ કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ જગદીશભાઈ ભૂવા પર કડક કાર્યવાહી કરવા અરજીમાં ઉલ્લેખ છે.

Advertisement

આ  પણ  વાંચો -DABHOI: દર્ભાવતી નગરીના પ્રાચીન ગઢ ભવાની મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢી શસ્ત્ર પૂજન કર્યું

Tags :
Advertisement

.