દિવ્યાંગને આત્મબળ મળે તે માટે રજની કનાડા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એક અનોખું આયોજન
શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન (Rajni Kannada Memorial Trust) દ્વારા આજરોજ દિવ્યાંગ 'વોલિબોલ ટુર્નામેન્ટ 2024'નું (Volleyball Tournament 2024) ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી શૈલેષભાઈ સોની, શ્રી મહાબલભાઈ શાહ, શ્રી વિશાલભાઈ જોશી, શ્રી કૃતિબેન ત્રિવેદી અને આરતીબેન સાથે મહેમાનશ્રીઓ, શ્રી કિરીટભાઈ ત્રિવેદી, શ્રી નીતાબેન ત્રિવેદી, પ્રદીપભાઈ ચાંપાનેરી, શ્રી મીલીબેન મિલનભાઈ પટેલ, શ્રી રીટાબેન વિપુલભાઈ વોરા, શ્રી દર્શનાબેન કમલભાઈ શાહ અને રાજુબેન પટેલ અને સમગ્ર સારથી ગ્રૂપના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટમાં 4 ટીમ મહિલાની અને 4 ટીમ પુરુષોની હતી. આ ટીમોમાં ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં વિજેતા ટીમોને ટ્રોફી અને બાકી સમગ્ર ટીમોને મોમેન્ટ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી રાજુબેન પટેલ વધુ રેન્ક લાવનાર બે ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. સારથી ગ્રૂપે (Sarathi group) સંસ્થાના આરતીબેનનું મોમેન્ટો આપી સન્માન સાથે અભિવાદન કરાયું હતું. ત્યારબાદ બાપા સીતારામ હોટલમાં બધાએ સાથે મળી ભોજનનો આનંદ લીધો હતો.
સંસ્થા શ્રી રાજુબેન પટેલ, શ્રી સ્મિતભાઈ હરસોરા (સ્ટ્રીટ અડ્ડા), શ્રી હાર્દિકભાઈના (બાપાસીતારામ હોટલ) સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કરાયો હતો. સમગ્ર સારથી ગ્રૂપના ભાઈઓ અને બહેનો દ્વારા સંસ્થાના આરતીબેનના સન્માન બદલ સંસ્થા સારથી ગ્રૂપનો દિલથી આભાર માન્યો હતો.
આ પણ વાંચો - AHMEDABAD : ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘NATIONAL TECHNOLOGY DAY’ની ભવ્ય ઉજવણી