Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુર્લભ પ્રજાતિમાં ગણાતું યુરેશિયન ગીધ બીમાર અવસ્થામાં દાહોદનુ બન્યુ મહેમાન

અહેવાલ -સાબીર ભાભોર_દાહોદ  સામાન્ય રીતે હિમાલય ના પટ્ટા માં, તિબેટ ભૂતાન સહિત ના પ્રદેશો માં જોવા મળતું યુરેશિયન ગીધ બીમાર અવસ્થા માં દાહોદ જિલ્લા માં આવી ચઢતાં વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળ ના સભ્યો એ રેસક્યું કરી તેની સાર...
દુર્લભ પ્રજાતિમાં ગણાતું યુરેશિયન ગીધ બીમાર અવસ્થામાં દાહોદનુ બન્યુ મહેમાન

અહેવાલ -સાબીર ભાભોર_દાહોદ 

Advertisement

સામાન્ય રીતે હિમાલય ના પટ્ટા માં, તિબેટ ભૂતાન સહિત ના પ્રદેશો માં જોવા મળતું યુરેશિયન ગીધ બીમાર અવસ્થા માં દાહોદ જિલ્લા માં આવી ચઢતાં વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળ ના સભ્યો એ રેસક્યું કરી તેની સાર સંભાળ શરૂ કરી

Advertisement

Image preview

Advertisement

ગુજરાતી ભાષા માં ઉજળા ગીધ તરીકે ઓળખાતું યુરેશિયન ગીધ આમ તો લુપ્ત થતી પ્રજાતિ માનું એક પક્ષી છે જે ખાસ કરી ને હિમાલય ના પટ્ટા માં, તિબેટ ભૂતાન સહિત ના પ્રદેશો માં જોવા મળે છે જ્યારે આ ગીધ પાંખો ખોલે ત્યારે પાંચ ફૂટ થી પણ વધુ તેની પાંખો ફેલાય છે છેલ્લે દાહોદ જિલ્લા માં આ પ્રકારનું ગીધ 2005 માં દાહોદ જિલ્લા માં જોવા મળ્યું હતું ત્યારબાદ બીમાર અવસ્થા માં ફરી જોવા મળ્યું છે ઝાલોદ તાલુકા ના ગામ માં બીમાર અવસ્થામાં ઊડી ન શકે એવી સ્થિતિમાં ગીધ જોવા મળતા આસપાસના લોકો કુતૂહલવશ આ પક્ષી ને જોઈ રહ્યા હતા

Image preview

કારણ કે આવું પક્ષી ક્યારેય જોવા નહોતું મળ્યું અને ગામલોકો એ વનવિભાગ ને જાણ કરતાં વનવિભાગની ટીમ ત્યાં પહોચી હતી ગીધનું રેસક્યું કરી પર્યાવરણ ના જતન તેમજ પશુ પક્ષી ઑ ના હિત માં કામ કરતી દાહોદ ની પ્રકૃતિ મિત્ર મંડળ નામ ની સંસ્થા નો સંપર્ક કરી આ ગીધ ને દાહોદ લાવવામાં આવ્યું હતું જ્યાં પ્રકૃતિ મિત્ર મંડળ ના સભ્યો અને વન વિભાગ ના કર્મચારીઓ દ્રારા સંયુક્ત રીતે ગીધ ની સારસંભાળ તેમજ તેની સારવાર કરવામાં આવી રહી છે હાલ માં ગીધ પાસે ઊડી શકવાની ક્ષમતા નથી તેમજ બીમાર જોવાઈ રહયું છે પરંતુ સારવાર બાદ તેનો ખોરાક વધ્યો હોવાનું તબીબ દ્રારા જાણવા મળ્યું છે અને ગીધ સ્વસ્થ થતું જોવા મળી રહ્યું છે જ્યારે આ ગીધ સંપૂર્ણ સ્વસ્થ અને ઊડી શકે તેવી સ્થિતિ માં લાગસ્ગે ત્યારે તેને વનવિભાગ ને સુપ્રત કરી દેવામાં આવશે અને ત્યારબાદ તેને જંગલ વિસ્તાર માં મુક્ત કરી દેવામાં આવશે

આ  પણ  વાંચો -બૃહદ ગીરના રાજુલાની રાણી ગણાતી સિંહણ ‘ક્વીન’એ નોંધાવ્યો બે વર્લ્ડ રેકોર્ડ

Tags :
Advertisement

.