Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટેમાં આજે સુનાવણી હાથ ધરાઈ

અહેવાલ – કલ્પીન ત્રિવેદી, અમદાવાદ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટેમાં આજે સુનાવણી હાથ ધરાઈ. જેમાં રાજ્ય સરકારે પોતાનો એક્શન ટેકન રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજુ કર્યો. આરોપી અને ઓરેવા કંપનીને હાઇકોર્ટે સખત ફટકાર લગાવતા અસરગ્રસ્તોને મદદ થઈ શકે માત્ર...
07:47 PM Dec 08, 2023 IST | Harsh Bhatt
અહેવાલ – કલ્પીન ત્રિવેદી, અમદાવાદ
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટેમાં આજે સુનાવણી હાથ ધરાઈ. જેમાં રાજ્ય સરકારે પોતાનો એક્શન ટેકન રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજુ કર્યો. આરોપી અને ઓરેવા કંપનીને હાઇકોર્ટે સખત ફટકાર લગાવતા અસરગ્રસ્તોને મદદ થઈ શકે માત્ર એ હેતુથી જ આરોપીઓને કોર્ટમાં સાંભળવાનો મોકો મળ્યો હોવાની ટકોર કરતા એ પણ કહ્યું કે - બાકી આ કોર્ટમાં તમે ઊભા પણ રહી શકો નહી. જ્યારે રાજ્ય સરકારના હસ્તકના અન્ય બ્રિજોની મરામત કરાવવા અંગે પણ સરકારને કોટે ટકોર કરી હતી.
ગુજરાત હાઈકોર્ટેમાં શુક્રવારે મોરબીના ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના કેસની સુનાવણી હાથ ધરાઇ. જેમાં રાજય સરકાર તરફથી કોર્ટ સમક્ષ SIT નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. આ રીપોર્ટમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે. SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલી કેટલીક મહત્વની બાબતો પૈકી એ પણ ખુલાસો થયો કે હાલ આ કેસમાં અત્યાર સુધી કુલ 10 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે.
જ્યારે ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલ સહિત ચાર આરોપીઓ હજુ પણ જેલ બંધ હોવાનો સરકારે રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ  મોરબી કેસમાં સંડોવાયેલ 6 આરોપીઓને કોર્ટે જામીનમુક્ત કર્યા હોવાની માહિતી પણ કોર્ટને અપાઈ હતી. પોતાના રિપોર્ટમાં સરકારે ઝુલતા પુલ દુર્ઘટના જેવી દુર્ઘટનાઓ ન બને તે માટે રાજ્યવ્યાપી નીતિ બનાવી હોવાનો દાવો કર્યો હતો. અને  રાજ્ય સરકાર હસ્તક 1441 બ્રિજના રીપેરીંગ અને મરામત માટે નગરપાલિકાઓ અને કોર્પોરેશનને આવરી લેતી નીતિ બનાવાઈ. તો નગરપાલિકાને સુપર સીડ કરવાની કાર્યવાહી અને નગરપાલિકાના ચીફ ઓફિસરના સસ્પેન્શનને સમયાંતરે વધાર્યું હોવાની રજૂઆત પણ કોર્ટમાં રજૂ થયેલા રિપોર્ટ માં કરાઈ હતી. સાથોસાથ રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને અત્યાર સુધી ચૂકવેલા વળતરની વિગતો પણ કોર્ટના ધ્યાને મુકાઈ હતી.
હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન પીડિત પરિવાર તરફથી લડી રહેલા એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા પણ રજુઆત થઈ. જેને પગલે ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને સખત ફટકાર લગાવી અને કોર્ટે અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરશે તે બાબતે આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેતી હોવાનું કહ્યું. આકરા શબ્દોમાં હાઇકોર્ટે જાટકણી કાઢતા એ પણ કહ્યું કે એક વખત વળતર ચૂકવ્યું એટલે કંપનીની જવાબદારી પૂર્ણ થતી નથી.
ત્યારે આરોપી જયસુખ પટેલના એડવોકેટ તરફથી કોર્ટમાં એવી રજુઆત કરાઈ કે જયસુખ પટેલ જાન્યુઆરી માસથી જેલમાં છે અને તેમના જામીન અરજી અંગે પણ સુનાવણી થતી નથી. જેનાથી  ચીફ જસ્ટિસે  ફટકાર લગાવતા કહ્યું કે, આ અમારો વિષય નથી તો આ કોર્ટમાં એ બાબતે રજૂઆત ન કરો. વેધક સવાલ કર્યો કે SIT નાં રિપોર્ટ પછી તમે જે રજૂઆત કરો છો એ કરી શકો ? તમે શું કર્યું છે તેનો અંદાજ પણ છે ખરો...? એટલું જ નહીં કોર્ટે એવી પણ ટકોર કરી કે  આરોપીઓ દ્વારા અસરગ્રસ્તોને મદદ થઈ શકે માત્ર એ હેતુથી જ સાંભળવાનો મોકો આપવામાં આવ્યો છે અન્યથા આ કોર્ટમાં તમે ઊભા પણ રહી શકો નહિ. રાજ્ય સરકારને પણ હાઇકોર્ટે ટકોર કરતા કહ્યુંકે ગોંડલ બ્રીજની સ્થિતિથી વાકેફ નથી...?
જેથી હવે તમામ બ્રીજની જવાબદારી નગરપાલિકા અને મહાનગર પાલિકાની જગ્યાએ રાજ્ય સરકાર ઉપાડે. જે સંદર્ભે એડવોકેટ જનરલને ટકોર કરતા કહ્યું કે જે બ્રીજો જૂના થયા છે અને ઉપયોગમાં લઈ શકાય તેમ નથી તેને બંધ જ કરી દેવામાં આવશે . તેનો અર્થ કોઈ પણ બ્રિજ તોડવાનો નથી પણ આઇકોનિક બ્રીજની જાળવણી કરવી એ સરકારની જવાબદારી છે. તો મોરબીની જેમ માર્ગ અને મકાન વિભાગ ઐતિહાસિક બ્રીજોની જાળવણીની ક્ષમતા ધરાવે છે કે કેમ તે માટે કોર્ટે સવાલ ઉઠાવતા કહ્યું કે ખાનગી વ્યક્તિઓને કરાર આપતી વખતે તેમની ક્ષમતા અને નિપુણતાની ચકાસણીની રાજય સરકારે કરવી જોઈએ.
એટલું જ નહીં ઐતિહાસિક બ્રીજો જાળવણી માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે પરામર્શ કરી નિપુણ આર્કિટેક્ટસને આ પ્રકારના કામ સોંપવા જોઈએ. ગોંડલ બ્રિજના સમારકામની તાતી જરૂરિયાત કેસમાં પણ સુનાવણી સાથે કરાતા નગરપાલિકાની હદના 113 બ્રિજોનાં રિસ્ટરેશન અને રી કન્સ્ટ્રક્શન માટે સરકારનો  શું પ્લાન છે તેનો કોર્ટે રિપોર્ટ માંગ્યો છે.
આ પણ વાંચો -- Bharuch : જંબુસરમાં નશાના ઇન્જેક્શન આપી દુષ્કર્મ કરવાના કેસમાં એક પીડિતા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ
Tags :
Gujarat High CourthearingJhulta BridgemorbiTragedy
Next Article