ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : B.Tech ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને આપઘાત

સુરતમાં (Surat) આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં (Adajan) બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પરીક્ષામાં નાપાસ થતા હતાશ થઈને મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને આપઘાત કર્યો હતો. આ...
11:17 AM Mar 04, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

સુરતમાં (Surat) આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં (Adajan) બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પરીક્ષામાં નાપાસ થતા હતાશ થઈને મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે પરીક્ષામાં ફેલ થઈ હોવાના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે અડાજણ પોલીસે (Adajan Police) વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં મુંબઈના (Mumbai) GST આસિસ્ટન્ટ કમિશનર બે જુડવા દીકરી અને પત્ની સાથે રહે છે. તેમની દીકરી માનુશ્રી કે. વેંકટેશન સ્કેટ કોલેજમાં (Skate College) B.Tech ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરીક્ષા આપ્યા બાદથી માનુશ્રી ખૂબ જ માનસિક તણાવમાં રહેતી હતી. પરંતુ, જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું તો તેમાં તે નપાસ થઈ હતી. આથી માનુશ્રીને ખૂબ જ આઘાત લાગ્યો હતો. દરમિયાન, માનુશ્રીએ પોતાના મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસ મુજબ, માનુશ્રીએ આત્મહત્યા (Suicide) કરતી વેડાએ પોતાના હાથ પણ લોકિંગ પટ્ટી વડે બાંધી દીધા હતા.

પોલીસને સુસાઈડ નોટ પણ મળી

આ મામલે અડાલજ પોલીસે (Adajan Police) તપાસ કરતા યુવતી દ્વારા લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પરીક્ષામાં ફેલ થઈ હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ આગામી સેમેસ્ટરની ફી પાછી મળી જાય તે માટે કાગળિયાની પ્રિન્ટ પણ કાઢી હતી. આ મામલે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Kutch Fake Tollbooth : નકલી ટોલનાકા કૌભાંડમાં તપાસના આદેશ, મોટા માથાઓના નામ સામે આવે તેવી વકી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ADAJANAdajan PoliceB.TechB.Tech in Skate CollegeGujarat FirstGujarati NewsMUMBAISurat
Next Article