Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahesh Vasava : આદિવાસી રાજનીતિમાં મોટો ઉલટફેર! મહેશ વાસવા 1200 થી વધુ કાર્યકર્તા સાથે કેસરિયો ખેસ ધારણ કરશે!

લોકસભા ચૂંટણી (Lok Sabha elections 2024) પહેલા ગુજરાતમાં જાણે પક્ષપલટાનું મોજું આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ રહ્યા હોવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે....
mahesh vasava   આદિવાસી રાજનીતિમાં મોટો ઉલટફેર  મહેશ વાસવા 1200 થી વધુ કાર્યકર્તા સાથે કેસરિયો ખેસ ધારણ કરશે

લોકસભા ચૂંટણી (Lok Sabha elections 2024) પહેલા ગુજરાતમાં જાણે પક્ષપલટાનું મોજું આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ રહ્યા હોવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થશે એવા અહેવાલ સામે આવ્યા છે. ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડી શકે છે. BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા (Mahesh Vasava) ભાજપમાં જોડાશે એવા સમાચાર સામે આવ્યા છે.

Advertisement

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) ભરતી મેળામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ આજે જોડાશે એવા અહેવાલ છે. આજે મહેશ વસાવા ગાંધીનગરના (Gandhinagar) કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. મહેશ વસાવા સાથે મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. માહિતી મુજબ, મહેશ વસાવા સાથે 200 કાર સહિત 1200 થી વધુ BTP ના કાર્યકરોનો કાફલો ગાંધીનગર જવા રવાના થયો છે. 11 વાગ્યાના શુભમુહૂર્તમાં મહેશ વસાવા (Mahesh Vasava) અને તેમના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે છે. AAP ના OBC મોરચા પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે.

છોટુ વસાવા અને મહેશ વસાવા

Advertisement

દીકરાના નિર્ણયથી પિતા છોટુ વસાવા નારાજ!

જણાવી દઈએ કે, મહેશ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના (BTP) રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના (Dediapada) માજી ધારાસભ્ય છે. તેમના પિતા છોટુ વસાવા (Chhotu Vasava) ગુજરાતના ટ્રાયબલ બેલ્ટની નેતાગીરીમાં મોટું નામ અને પ્રભુત્વ ધરાવે છે. આ બેલ્ટ પર છોટુ વસવાની એકહથ્થુ રાજ રહ્યું છે. પરંતુ, હવે દીકરા મહેશ વસાવાના બીજેપીમાં (BJP) સામેલ થવાના નિર્ણયથી છોટુ વસાવામાં નારાજગી જોવા મળી રહી છે. સૂત્રો મુજબ, હવે છોટુ વસાવા BTP પાર્ટીમાં નહીં રહે અને તેઓ નવી પાર્ટી ઊભી કરી શકે છે. ગુજરાતના આદીવાસી વિસ્તારની રાજનીતિમાં (Gujarat Politics) મહેશ વસાવાનો આ નિર્ણય ખૂબ જ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આવનાર સમયમાં રાજ્યની આદિવાસી વિસ્તારની રાજનીતિમાં કેવા ફેરફાર થશે તે જોવાનું રહેશે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : અસામાજિક તત્વોએ વકીલના ઘરમાં ઘૂસી એક્ટિવાને પેટ્રોલ છાંટી સળગાવ્યું, એકની અટકાયત

આ પણ વાંચો - સાબરડેરી ચુંટણીની એક બેઠક માટે ૯૯.૩૪ ટકા મતદાન થયું

આ પણ વાંચો - Parshottam Rupala : કેન્દ્રીય મંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું – તેમણે દેશની ભાવનાઓને ઠોકર મારી છે…

Tags :
Advertisement

.