Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : હોલિકા દહન માટે 10 હજાર ગાયોનાં છાણમાંથી 60 હજાર કિલો ઇકો ફ્રેન્ડલી ગોબરની સ્ટીક તૈયાર કરાઈ

સુરતમાં (Surat) પર્યાવરણ સુરક્ષાને ભાગરૂપે આ વર્ષે લોકો હોલિકા દહન (Holika Dahan) પર લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. કારણ કે, આ પર્યાવરણલક્ષી છે. બીજી તરફ, પાંજરાપોળની ગાયોને પણ આનાથી લાભ થશે. પાંજરાપોળમાં...
surat   હોલિકા દહન માટે 10 હજાર ગાયોનાં છાણમાંથી 60 હજાર કિલો ઇકો ફ્રેન્ડલી ગોબરની સ્ટીક તૈયાર કરાઈ

સુરતમાં (Surat) પર્યાવરણ સુરક્ષાને ભાગરૂપે આ વર્ષે લોકો હોલિકા દહન (Holika Dahan) પર લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. કારણ કે, આ પર્યાવરણલક્ષી છે. બીજી તરફ, પાંજરાપોળની ગાયોને પણ આનાથી લાભ થશે. પાંજરાપોળમાં (Panjarapol) રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોનાં છાણમાંથી 60 ટન એટલે 60,000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. સુરતના ઘોડદોડ રોડ સ્થિત આવેલી પાંજરાપોળ ગૌ શાળાએ પર્યાવરણને થતાં નુકસાન અટકાવવા ઇકો ફ્રેન્ડલી ગોબરની સ્ટીક (Eco friendly dung stick) બનાવી વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવોનો સંદેશો આપી રહ્યા છે.

Advertisement

આ રીતે તૈયાર થાય છે સ્ટીક

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે હોલિકા દહન માટે દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. પરંતુ, સુરતમાં (Surat) પાંજરાપોળ દ્વારા ગાયના છાણથી સ્ટિક બનાવાનું શરૂ કરાયું છે. પર્યાવરણના સંતુલન અને વાતાવરણને કલુષિત થતું અટકાવવા માટે ગાયનાં છાણમાંથી તૈયાર કરેલા છાણ તથા તેમાંથી બનાવેલ સ્ટીકનો વૈદિક હોળી પ્રગટાવી કપાતા વૃક્ષોને બચાવવા માટેનો આ એક પ્રયાસ છે. દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે. પરંતુ, આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટાપાયે કરવામાં આવશે. આ વર્ષે સુરત પાંજરાપોળ (Surat Panjarapol) દ્વારા 60 હજાર કિલો ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયનાં છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવમાં આવે છે.

સુરત પાંજરાપોળ દ્વારા ઇકો ફેન્ડ્રલી હોળી

Advertisement

તરછોડાયેલી 12000 ગાયનાં છાણમાંથી ગૌ-કાષ્ટ તૈયાર કરાય છે

પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે. આ માટે અદ્યતન મશીનનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 12000 ગાયનાં છાણમાંથી ગૌ-કાષ્ટ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે, ડિમાન્ડ વધુ છે અને અમે આજ કારણ છે કે, 60 ટન આ સ્ટીક તૈયાર કરી રહ્યા છે. જે માત્ર સુરત જ નહીં ગુજરાતના વાપીથી વડોદરા (Vadodara) સુધી મોકલવામાં આવી રહી છે. લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 70 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણલક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 25 રૂપિયા છે. તેમ ગૌશાળા ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું.

'કપાતા વૃક્ષોને બચાવવા માટેનો એક પ્રયાસ'

આ બાબતે ગૌ-પ્રેમી અને હોળીની ધામધૂમથી ઉજવણી કરનાર ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, વેદિક હોળી (Vedic Holi) પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે. પાંજરાપોળમાં તૈયાર થનાર આ સ્ટીકના કારણે લોકો એક તરફ વેદિક હોળીની ઉજવણી કરી શકશે અને બીજી બાજું આ સ્ટીકની ખરીદીથી અબોલ પ્રાણીઓની પણ મદદ કરી શકાશે. અમે દર વર્ષે આ સ્ટીક ખરીદતા હોઈએ છીએ અને અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે લોકો આ સ્ટીક ખરીદેને વૈદિક હોળીની ઉજવણી કરે અને તરછોડાયેલ ગાયોની પણ આ ખરીદીથી મદદ થઈ શકશે. ઉપરાંત, આવું કરવાથી કપાતા વૃક્ષોને બચાવવા માટેનો આ એક પ્રયાસ છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch : હોળીકા દહન માટે વૈદિક હોળીનો સંકલ્પ, આ રીતે ઉજવાશે હોળી

આ પણ વાંચો - NARMADA : રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવાય છે બરસાના જેવી હોળી, વાંચો અહેવાલ

આ પણ વાંચો - વિશ્વ વન દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં છોટાઉદેપુર વન વિભાગે ઓછામાં ઓછા ૧૦ હજાર ચારોળાના છોડ ઉગાડયા

Tags :
Advertisement

.