ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં GSRTCની 40 નવી બસને વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ આપી લીલીઝંડી

રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે નવી 40 બસોને લીલી ઝંડી આપી હતી. મહત્વનું છે કે, ST નિગમ દ્વારા 2x2 બસ બનાવવામાં આવી છે. વાહન વ્યવહાર...
11:09 AM Oct 25, 2023 IST | Hiren Dave

રાજ્યના ST વિભાગને વધુ 40 નવી બસ મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે નવી 40 બસોને લીલી ઝંડી આપી હતી. મહત્વનું છે કે, ST નિગમ દ્વારા 2x2 બસ બનાવવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આ સાથે UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.

ST નિગમને મળી વધુ 40 બસ

આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એસટી નિગમને વધુ 40 બસ મળી છે. વિગતો મુજબ આ 40 બસમાંથી અમદાવાદ વિભાગને 15 અને મહેસાણાને 7 બસ ફાળવાઈ છે. આ સાથે બરોડા ડેપોને 10, ગોધરા ડેપોને 6 અને ભરૂચ ડેપોને 2 બસની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, UPIથી ST બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.

 

નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા : હર્ષ સંઘવી

આ તરફ કાર્યક્રમમાં ઉપસ્થિત વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આવનારા એક વર્ષમાં વધુ 2 હજાર બસો લાવવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમને સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા પણ મળશે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. જેથી હવે સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. આ સાથે તેમણે કહ્યું કે, ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારાશે.

આ  પણ  વાંચો-રાજ્યમાં કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, આવતા સપ્તાહથી થઈ શકે છે ઠંડીનું આગમન

Tags :
GSRTCGujaratFirstHarshSanghaviinaugrationNewBuses
Next Article