Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navsari:14,00,000 ની કિંમતનું નવસારી થી ભેળસેળ યુક્ત ઘી ઝડપાયું

Navsari : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે. શિવ ફૂડ પ્રોડક્ટ્સ, નવસારી ખાતે થી ભેળસેળ વાળા ઘી ના કુલ 8 નમુના લેવામાં આવ્યા. તપાસમાં પેઢી દ્વારા ઘી માં પામોલિન તેલની ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યુ છે. ઘીનો અને પામોલીન...
09:37 PM Jun 23, 2024 IST | Hiren Dave

Navsari : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મે. શિવ ફૂડ પ્રોડક્ટ્સ, નવસારી ખાતે થી ભેળસેળ વાળા ઘી ના કુલ 8 નમુના લેવામાં આવ્યા. તપાસમાં પેઢી દ્વારા ઘી માં પામોલિન તેલની ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યુ છે. ઘીનો અને પામોલીન તેલ નો આશરે 3000કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ14 લાખ થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી અને લોકલ ક્રાઈમ બ્રાંચ નવસારી દ્વારા કરવામાં આવેલ સંયુક્ત રેડ માં મે. શિવ ફૂડ પ્રોડક્ટ્સ, હાઉસ નંબર-375-૫, પ્રોપર્ટી નંબર-389, બ્લોક નંબર-૨૨૬, ખાતા નંબર-૨૯૬, ડાન્‍ડેશ્વર પાટિયા, બારડોલી રોડ, ગામ-ઓંચી, જિલ્લો-નવસારી ખાતે સુખવંત બ્રાન્ડના ભેળસેળ વાળા ઘીનું ઉત્પાદન અને વેચાણ થાય છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો. તપાસમાં સુખવંત બ્રાન્ડનાં 100 મિલી, 500 મિલીના પાઉચ તથા ડબ્બા અને 15 કિગ્રા ના ડબ્બા નો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવેલ હતો

વધુમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા પેઢી માં થી પામોલિન તેલ ના 10 ડબ્બા પણ મળી આવેલ હતા જેનો ઉપયોગ ઘી માં ભેળસેળ માટે થતો હોવાનું જાણવા મળેલ છે. પેઢીના માલિક વિકી રાજેશભાઇ ચોખાવાલા ની હાજરીમાં તેમની પાસેથી કૂલ 8 નમુના લેવામાં આવેલ જ્યારે બાકીનો આશરે3000 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 14લાખ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો. એચજી કોશીયાએ જણાવ્યું હતું.

અહેવાલ -સંજય જોષી -અમદાવાદ 

આ પણ  વાંચો  - NEET-UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CBIને સોંપાઈ તપાસ

આ પણ  વાંચો  - Kutch: મુન્દ્રામાં દેશી દારૂ અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલેના દરોડા,9 લોકોની કરી ધરપકડ

આ પણ  વાંચો  - Gujarat: CM ભૂપેન્દ્ર પટેલની ઉ.ગુજરાતને મોટી ભેટ,399 કરોડના ખર્ચે બનશે 2 નવા બ્રિજ

Tags :
3000 kgFood and DrugGujarat Firsthiv Food ProductsNavsari
Next Article