Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : 22મી એ મંદિરમાં 'રામલલ્લા' બિરાજશે, બીજી તરફ હોસ્પિટલમાં 1 હજાર સંતાનોની કિલકારી ગૂંજશે!

અહેવાલ- સંજય જોશી, અમદાવાદ (Ahmedabad) એક તરફ 22 તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની (Ram Mandir Pran Pratishtha Mohotsav) દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. ત્યારે બીજી તરફ આ ઐતિહાસિક દિવસે અનેક મા-બાપ એવું ઈચ્છી રહ્યાં છે કે આ શુભ ઘડીમાં...
08:32 PM Jan 19, 2024 IST | Vipul Sen

અહેવાલ- સંજય જોશી, અમદાવાદ (Ahmedabad)

એક તરફ 22 તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની (Ram Mandir Pran Pratishtha Mohotsav) દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. ત્યારે બીજી તરફ આ ઐતિહાસિક દિવસે અનેક મા-બાપ એવું ઈચ્છી રહ્યાં છે કે આ શુભ ઘડીમાં તેમના ઘરે પણ સંતાન અવતરે અને પરિણામે જ અમદાવાદની (Ahmedabad) અનેક હોસ્પિટલોમાં તે દિવસે બાળક જન્મે તે પ્રકારનું પ્લાનિંગ કરાઈ રહ્યું છે. એક અંદાજ મુજબ, અમદાવાદમાં જ 22 જાન્યુઆરીના રોજ 1 હજારથી વધુ ડિલિવરી થઈ શકે છે.

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. લગભગ 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રીરામના ભવ્યાતિભવ્ય નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) આવેલી વિવિધ ગાયનેક હોસ્પિટલોમાં 22 તારીખના શુભ દિવસે બાળકો જન્મે તેને લઈને મા-બાપે તબીબો સાથે પ્લાનિંગ કર્યું છે. અને તે દિવસે અંદાજે 1 હજારથી વધુ ડિલિવરી અમદાવાદમાં થઈ શકે છે, તેવું અમદાવાદ ગાયનેક સોસાયટીના સેક્રેટરી ડો. મુકેશ જણાવી રહ્યા છે.

અમદાવાદ નરોડા વિસ્તારમાં આવેલી અંકુર હોસ્પિટલમાં તો 10 થી વધુ ડિલિવરી ડેટ માટેનું બુકિંગ પણ થઈ ગયું છે. ગાયનેક તબીબ ડોક્ટર મોહિલ પટેલ જણાવે છે કે, શુભ મુહૂર્તમાં બાળકોનો જન્મ થાય તેવું હંમેશા વાલીઓ ઇચ્છતા હોય છે. ત્યારે 22મી તારીખ તે ખૂબ જ ઐતિહાસિક અને શુભ ઘડી છે અને આ દિવસે તેમના બાળકોનો જન્મ થાય તેને લઈને વાલીઓની વિશેષ માગ કરવામાં આવી રહી છે.

વાલીઓ ડોક્ટરો સાથે મળીને કન્સલ્ટ કરી રહ્યા છે

અયોધ્યામાં (Ayodhya) 500 વર્ષના સંઘર્ષ બાદ 22 જાન્યુઆરીએ ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. આ દિવસે ભગવાન શ્રીરામ રામ મંદિરમાં બિરાજમાન થવાના છે. ત્યારે આ દિવસે પોતાના બાળકોનો જન્મ થાય અને તે પણ યાદગાર બની જાય તેવું વાલીઓએ ઇચ્છી રહ્યા છે અને તે મુજબ પ્લાનિંગ કરી રહ્યા છે. આ માટે વાલીઓ ડોક્ટરો સાથે મળીને બાળકના ડિલિવરીનું પ્લાનિંગ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ અમદાવાદમાં (Ahmedabad) 1 હજારથી વધુ ડિલિવરી 22મી તારીખના રોજ થવાની છે.

 

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ ને લઈ બાર એસો. એ લીધો મોટો નિર્ણય, સાથે જ કરી આ માગ!

Tags :
AhmedabadAhmedabad Gynaec SocietyAyodhyaGujarat FirstGujarati Newslord shri ramPratistha MohotsavRam Mandir Pran Pratishtha MohotsavUttar Pradesh
Next Article