Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુવરાજસિંહે સરકાર પર કર્યો કટાક્ષ - કેવી રીતે 10 લાખ રોજગારી આપી શકાય હું તમને સમજાવું

રાજ્યમાં જ્યા સરકાર આઝાદીના અમૃત મહોત્સવની તૈયારી કરી રહી છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતનો પ્રવાસ સતત કરી રહ્યા છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોનો અવાજ કોઇ બન્યુ હોય તો તે યુવરાજ સિંહ છે. જેઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. જેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કà
યુવરાજસિંહે સરકાર પર કર્યો કટાક્ષ   કેવી રીતે 10 લાખ રોજગારી આપી શકાય હું તમને સમજાવું
રાજ્યમાં જ્યા સરકાર આઝાદીના અમૃત મહોત્સવની તૈયારી કરી રહી છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતનો પ્રવાસ સતત કરી રહ્યા છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોનો અવાજ કોઇ બન્યુ હોય તો તે યુવરાજ સિંહ છે. જેઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. જેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 
યુવરાજસિંહ જાડેજા આ નામ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખાસ કરીને વિદ્યાર્થીઓના સમૂહમાં જાણીતું બન્યું છે. તેઓ અવાર-નવાર રાજ્યમાં લેવામાં આવતી સરકારી પરીક્ષા અંગે કોઇને કોઇ ઘટસ્ફોટ કરે છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ યુવરાજસિંહના આ પ્રકારના વલણને જોતા તેમનું પોતાની પાર્ટીમાં સ્વાગત કર્યું છે. આજે તેઓ આમ આદમીના નેતા તરીકે પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા હતા. જ્યા એકવાર ફરી તેમણે સરકારને આડે હાથે લીધી હતી. વડાપ્રધાન મોદી દ્વારા થોડા દિવસો પહેલા રેવડી વેચવામાં આવી રહી છે, આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને ખાસ કરીને દિલ્હીની સરકારને ધ્યાનમાં રાખીને કટાક્ષ કરવામાં આવ્યો હોવાનું ખૂબ ચર્ચાયું. જેને ધ્યાને લેતા યુવરાજસિંહે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને મીડિયા સામે કહ્યું કે, કહેવાય છે કે, કેજરીવાલ રેવડી વેચી રહ્યા છે, ત્યારે આપણે જો આ વાતને ધ્યાને લઇએ તો થોડી શરમ અનુભવાઇ તેવું છે. વળી તેમણે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, 10 લાખ રોજગારી શક્ય નથી તેવું કહેવામાં આવે છે તો ત્યારે મારે એ વાત કહેવી છે કે, ભાજપના નેતાઓ તમે નોટ-પેન લઇને બેસી જાઓ હું તમને સમજાવું કે કેવી રીતે 10 લાખ રોજગારી ઉભી થઇ શકે. 
Advertisement

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, 10 લાખ રોજગારી શક્ય જ છે. પણ તેમા જો નીતિ, નિયત અને દાનત હોય તો. તેમણે કહ્યું કે, વર્તમાનમાં ભાજપના નેતાઓ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. તેમણે કહ્યું કે, સરકારી કચેરીઓ છે જેમા મહેકમો ચાલે છે તે ખૂબ જુના મહેકમો છે. મહેકોમો પ્રમાણે તેની રોજગારી આપવામાં આવે છે. બાકીની જે રોજગારી છે તેમા 50 ટકા ઉપરની રોજગારી કોન્ટ્રાક્ટ સિસ્ટમથી આપવામાં આવે છે. અને તેમા પણ ભાઇ-ભત્રીજાવાદ, ઓળખાણવાદ, એવા જે લોકો હોય છે તેમને અહીં સીધી ભરતી આપવામાં આવે છે. યુવરાજસિંહે વધુમાં કહ્યું કે, જે રીતે અમારી પાર્ટીએ પંજાબમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરી રહેલા યુવાનોને કાયમી કરી દીધા છે તેવુ અહીં પણ શક્ય છે. ભાજપ સરકાર પર કટાક્ષ કરતા યુવરાજે કહ્યું કે, ભાજપે 2016-17 નો મેનિફેસ્ટો વાંચી લેવો જોઇએ. 
Tags :
Advertisement

.