Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Yuva Divas: ગાંધીનગર ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું...

Yuva Divas: આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ છે. આજે લાખો યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે. જેથી સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યનાગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ...
yuva divas  ગાંધીનગર ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન  ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું

Yuva Divas: આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ છે. આજે લાખો યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે. જેથી સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યનાગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘આજના દિવસે આ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને યુવા દિવસની શુભેચ્છાઓ આપુ છું, જેમ નવા વર્ષની ઉજવણીમાં આપણે ખુશ રહીએ છીએ તેમ આજે આપણે યુવાનોએ ખુશ રહેવું જોઇએ’ મળતી વિગતો પ્રમાણે યુવા બોર્ડ દ્વારા આજે માટી સાથે જોડાયેલી રમતો રાજ્યની 25 હજાર સ્કૂલ અને કોલેજમાં રમાડશે.

Advertisement

આ બધી રમતો તમને ફરી મેદાન તરફ ખેંચી લશે

વધુમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘માટી સાથે જોડાયેલી રમતો રમવાથી આપણું સ્વસ્થ સારું રહે છે. આ ટેક્નોલોજીના સમયમાં તમને માટી સાથે જોડવા માટે યુવા બોર્ડના સભ્યોને અભિનંદન આપું છું’ આ રમોત્સવામાં થકી ટેક્નોલોજીમાં રમી રહેલી રમતોમાંથી આજે યુવાનોને માટી સાથે જોડાયેવી રમતોમાં તરફ લઈ જવાની જરૂર છે, જેથી યુવા બોર્ડની આ પહેલ ખુબ જ સારી છે. આ બધી રમતો તમને ફરી મેદાન તરફ ખેંચી લઈ જશે. આ રમત ઉત્સહને નિહાળવા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: IMPACT: છોટાઉદેપુરમાં ગુજરાત ફર્સ્ટે તંત્રને જવાબદારીનું કરાવ્યું ભાન

Advertisement

સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની રાજ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આ રમતોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. સ્કુલના બાળકો દ્વારા પરંપરાગત રમતો આ રમતઉત્સવમાં રમશે. આ સાથે સાથે સ્કૂલના બાળકો અને ગાંધીનગર ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રમતોત્સવમાં રમાવાની રમતોની વાત કરીએ તો, રસ્સા ખેંચ, ગિલ્લી ડડા, સંગીત ખુરશી, સતોડિયું, લગંડી અને લીંબુ ચમચી જેવી રમતો રમાશે.

યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ

આજનો દિવસ યુવાનો માટે ખાસ મહત્વનો છે. કારણે કે, આજે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે. સૌ કોઈ જાણે છે કે, યુવાનો માટે સ્વામી વિવેકાનંદ ખુબ જ આદર્શ છે. જેથી સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન કરવામાં આવું છે. આ રમતોત્સવનો ખાસ હેતુ એવો છે કે, યુવાનો જે અત્યારે ટેક્નોલોજી પાછળ આંધળી દોટ મુકી રહ્યા છે. તેઓ થોડા સમય માટે માટી સાથે જોડાયેલા રહે. એટલા માટે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, માટી સાથે જોડાયેલી રમતો રમવાતી સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.

Advertisement

Tags :
Advertisement

.