Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવમું ધોરણ પાસ આરોપીને પકડવા ગાંધીનગર પોલીસે ગાઝિયાબાદમાં કેમ ધામા નાખ્યા

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા સાયબર ક્રાઇમના ગુનાના એક માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે.નવમું ધોરણ પાસ આ શખ્સ નોકરી અપાવવા તથા લોન આપવાના નામે બેન્કો સાથે છેતરપિંડી કરતો હોવાની માહિતીના આધારે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આરોપીને પકડવા પોલીસે ગાઝિયાબાદમાં 21 દિવસ ધામા નાંખ્યા હતા. ગરીબ લોકોના આધાર કાર્ડ પર લોન મેળવી આચરતો હતો છેતરપિંડીહીરાલાલ તુરંતલાલ દાસ નામનો આà
નવમું ધોરણ પાસ આરોપીને પકડવા ગાંધીનગર પોલીસે ગાઝિયાબાદમાં કેમ ધામા નાખ્યા
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા સાયબર ક્રાઇમના ગુનાના એક માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે.નવમું ધોરણ પાસ આ શખ્સ નોકરી અપાવવા તથા લોન આપવાના નામે બેન્કો સાથે છેતરપિંડી કરતો હોવાની માહિતીના આધારે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આરોપીને પકડવા પોલીસે ગાઝિયાબાદમાં 21 દિવસ ધામા નાંખ્યા હતા. 
ગરીબ લોકોના આધાર કાર્ડ પર લોન મેળવી આચરતો હતો છેતરપિંડી
હીરાલાલ તુરંતલાલ દાસ નામનો આરોપી ફક્ત નવમું ધોરણ પાસ છે, પરંતુ એણે એ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી કે જેના થકી કેટલાય લોકો સાથે તેણે છેતરપિંડી કરી હોવાના ગુનાનો ભેદ ઉકેલાઇ શકે છે.સામાન્ય મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ બનાવી ને હીરાલાલ તેમને ફોન કરતો અને ત્યારબાદ એમના ડોક્યુમેન્ટના આધારે બોગસ એકાઉન્ટ ખોલીને બેંકોમાંથી લોન મેળવતો.ખોટી રીતે એકાઉન્ટ ઓપન કરીને હીરાલાલે બેંકોને કેટલા રૂપિયાનો ચૂનો ચોપડયો હશે એ બાબતની તપાસ પોલીસ આગળના દિવસોમાં કરશે.હીરાલાલ દાસ સાથે અન્ય કોણ કોણ લોકો સંકળાયેલા છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. 
હીરાલાલને પકડવા ગાઝિયાબાદમાં પોલીસના ધામા 
હીરાલાલ દાસની ધરપકડ કર્યા બાદ પોલીસને એની પાસેથી ખૂબ મોટી માત્રામાં ચેકબુક, આધાર કાર્ડ, મોબાઈલ સીમકાર્ડ અને swipe machine સહિતની વસ્તુઓ પણ મળી આવી છે. પોલીસને પણ આશંકા છે કે ગાઝિયાબાદ અને નોઈડાની આ ગેંગ મોટા પ્રમાણમાં સામાન્ય લોકોને શિકાર બનાવીને છેતરી રહી છે. ભિલોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી અને આ સાથે ગેંગનો પર્દાફાશ થયો હતો. સતત ૨૧ દિવસ સુધી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ગાઝિયાબાદ તેમજ અન્ય સ્થળોએ વોચ રાખી આરોપીને ઝડપી લેવાયો હતો. 
પોતાને લોન ના મળતાં ગુનાના રવાડે ચડયો 
આખરે નવમું ધોરણ પાસ હીરાલાલ દાસ આ પ્રકારના ગુનામાં કેવી રીતે સંડોવાયો એની તપાસ કરતાં પોલીસના ધ્યાને એક વાત આવી. હીરાલાલને પોતે લોન લેવાની હોવાથી બેંકમાં એપ્લિકેશન આપી હતી પરંતુ બેંક તરફથી લોન ન મળવાના કારણે અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે હીરાલાલ દાસે એવો રસ્તો અજમાવ્યો કે સામાન્ય પરિવારના તેમજ મજૂરીકામ કરતા લોકોને શિકાર બનાવ્યા પોલીસ દ્વારા હીરાલાલ દાસના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.