યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી હેમખેમ પરત ફર્યા વિદ્યાર્થીઓ, CM ભુપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ કર્યું ઉષ્માસભર સ્વાગત
યુક્રેનમાં સ્થિતિ સતત બદલાઇ રહી છે. રશિયા દ્વારા હુમલા તેજ થતા યુક્રેનના સામાન્ય નાગરિકો માર્યા ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વળી એટલુ જ નહીં અહી ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ સતત ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમને જલ્દીથી જલ્દી એર લિફ્ટ કરવામાં આવે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, યુક્રેનથી ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરી લેવાયા છે. જણાવી દઇએ કે, યુક્રેનના યુદ્ધગ્રસ્à
Advertisement
યુક્રેનમાં સ્થિતિ સતત બદલાઇ રહી છે. રશિયા દ્વારા હુમલા તેજ થતા યુક્રેનના સામાન્ય નાગરિકો માર્યા ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વળી એટલુ જ નહીં અહી ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ સતત ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમને જલ્દીથી જલ્દી એર લિફ્ટ કરવામાં આવે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, યુક્રેનથી ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરી લેવાયા છે.
જણાવી દઇએ કે, યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી હેમખેમ દેશ પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ દિલ્હીથી વોલ્વો બસ મારફત ગાંધીનગર સર્કિટ હાઉસ પહોચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તેમનુ ઉષ્માસભર સ્વાગત કર્યુ હતુ. યુદ્ધની પરિસ્થિતિમાંથી પરત આવેલા બાળકો માતા-પિતાને હર્ષાશ્રુ સાથે ભેટી પડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
દિલ્હીથી 27 વિદ્યાર્થીઓ પરત ફર્યા છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરુચ, વલસાડ, સુરત, ગિર સોમનાથ, અમરેલી અને સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓના વાલી સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી સાંત્વના પાઠવી હતી.
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે મોદી સરકારે નવી રણનીતિ બનાવી છે. આ અંતર્ગત ચાર મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવામાં આવશે. ત્યારબાદ આ મંત્રીઓ યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો સાથે વાત કરશે અને તેમને બહાર કાઢવાની વ્યવસ્થા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને ભારતના 'વિશેષ દૂત' તરીકે મોકલવામાં આવશે.