Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભાની સંસદીય કાર્યશાળામાં ધારાસભ્યોની પાંખી હાજરી, સંસદીય બાબતો શીખવામાં તેમને નથી રસ

ગાંધીનગર વિધાનસભામાં આજે સંસદીય કાર્યશાળાનો બીજો દિવસ છે. સવારે 10.30 વાગ્યે કાર્યશાળાની શરૂઆત થઇ ગઇ હતી. આ કાર્યશાળાનો ઉદ્દેશ નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિધાનસભાની કાર્યપ્રણાલીથી પરિચિત કરવાનો છે. આ સભ્યોને ગૃહની પરંપરા, ગૃહની કાર્યપદ્ધતિ તેમજ સંસદીય કાર્ય શૈલીની વિગતો આપવા સહિત ઘણી બધી મહત્વની બાબતોને લઈને આ ખાસ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ જેમના માટે આ કાર્àª
વિધાનસભાની સંસદીય કાર્યશાળામાં ધારાસભ્યોની પાંખી હાજરી  સંસદીય બાબતો શીખવામાં તેમને નથી રસ
ગાંધીનગર વિધાનસભામાં આજે સંસદીય કાર્યશાળાનો બીજો દિવસ છે. સવારે 10.30 વાગ્યે કાર્યશાળાની શરૂઆત થઇ ગઇ હતી. આ કાર્યશાળાનો ઉદ્દેશ નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિધાનસભાની કાર્યપ્રણાલીથી પરિચિત કરવાનો છે. આ સભ્યોને ગૃહની પરંપરા, ગૃહની કાર્યપદ્ધતિ તેમજ સંસદીય કાર્ય શૈલીની વિગતો આપવા સહિત ઘણી બધી મહત્વની બાબતોને લઈને આ ખાસ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ જેમના માટે આ કાર્યશાળાનું આયોજન રાખવામાં આવ્યું છે તે જ જનપ્રતિનિધિઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. 
100થી વધુ ધારાસભ્યો ગેરહાજર
ગુજરાત વિધાનસભામાં હાલમાં નવા સભ્યોની સંખ્યા વધારે  છે. નવા ધારાસભ્યોને વિધાનસભાની કાર્યપ્રણાલી અંગે ભાગ્યેજ કોઈ માહિતી છે અને તેથી તેમને તાલીમબદ્ધ કરવા માટે આ આયોજન કરાયું છે. આ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા કરી રહ્યો હતો. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે આ કાર્યક્રમનો બીજો દિવસ છે પરંતુ આ કાર્યશાળામાં ધારાસભ્યોની પાંખી હાજરી જોવા મળી રહી છે. સંસદીય બાબતો અને કાર્યપ્રણાલી શીખલામાં ધારાસભ્યો રસ બતાવતા હોય તેવું નથી લાગી રહ્યું. આજે બીજા દિવસની કાર્યશાળાની શરૂઆતમાં જ 100થી વધુ ધારાસભ્યો ગેરહાજર હતા. વળી આ પહેલા પ્રથમ દિવસની શરૂઆતમાં પણ માત્ર 70થી  80 જેટલા જ ધારાસભ્યો હાજર રહ્યા હતા. 
સંસદીય પ્રણાલીની રૂપરેખા, જનતાના મુદ્દા કેવી રીતે ઉઠાવવા આ તમામ બાબતોનું કાર્યશાળામાં નવનિર્મિત ધારાસભ્યોને શીખવવા માટે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું પરંતુ એકવાર ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચેલા ધારાસભ્યો જાણે કઇ શીખવા જ ન માંગતા હોય તેમ આ કાર્યશાળા દરમિયાન ગેરહાજર રહ્યા છે. પહેલા દિવસે 80 જેટલા અને આજે બીજા દિવસે 100થી વધુ ધારાસભ્યોની ગેરહાજરી તેમની નીરસતા સ્પષ્ટપણે દર્શાવે છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.