ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Nursing Exam Scam : GTU એ આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ, આવતીકાલે પરીક્ષા અંગે નિર્ણય!

જીટીયુએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપ્યો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોનાં માર્ક અને જવાબવહી સંદર્ભે માહિતી અપાઇ છે.
06:57 PM Feb 12, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Narshing_Gujarat_first 1
  1. Nursing Exam Scam ને લઇને મહત્ત્વપૂર્ણ સમાચાર
  2. GTU એ સમગ્ર મુદ્દે આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ
  3. ઉમેદવારોનાં માર્ક અને જવાબવહી સંદર્ભે માહિતી અપાઇ
  4. નર્સિંગ પરીક્ષા માન્ય રાખવી કે રદ કરવી આરોગ્ય વિભાગ લેશે નિર્ણય

ગુજરાત રાજ્યમાં પરીક્ષા પહેલા પેપર ફૂટ્યાની અનેક ઘટનાઓ અગાઉ આપણી સમક્ષ આવી ચૂકી છે. ત્યારે હવે વધુ એક પરીક્ષામાં ગેરરીતિ (Nursing Exam Scam) થઈ હોવાનું સામે આવ્યું છે. નર્સિંગની પરીક્ષામાં જે પેપર પૂછાયું હતું તેનાં જવાબ એક જ પેર્ટનમાં હતા. સમગ્ર પેપરનાં પ્રશ્નોનાં જવાબ ABCD નાં ક્રમમાં જ હતા, જેથી કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ કાવતરૂં ઘડવામાં આવ્યું હોવાનાં આરોપ થયા છે. આ વિવાદમાં GTU એ આરોગ્ય વિભાગને સમગ્ર રિપોર્ટ સોંપ્યો છે. આરોગ્ય વિભાગ (Health Department) આવતીકાલે નર્સિંગની પરીક્ષા અંગે નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો - Nursing Exam Scam : ચેટ વાઇરલ થયા બાદ વનરાજસિંહ ચૌહાણે બનાવ્યો Video, જાણો શું કહ્યું?

GTU એ સમગ્ર મુદ્દે આરોગ્ય વિભાગને સોંપ્યો રિપોર્ટ

માહિતી અનુસાર, નર્સિંગ પરીક્ષા વિવાદને (Nursing Exam Scam) લઈ જીટીયુએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને આરોગ્ય વિભાગને સોંપ્યો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોનાં માર્ક અને જવાબવહી સંદર્ભે માહિતી અપાઇ છે. જવાબવહીમાં ABCD પેટર્ન ફોલો કરનારા ઉમેદવારોની વિગત પણ સોંપવામાં આવી છે. પેપર સેન્ટર દ્વારા તૈયાર કરાયેલા પેપર સ્ટાઇલની વિગતો પણ સોંપવામાં આવી છે. ઉપરાંત, ઉમેદવારોનાં માર્ક અને આન્સર-કી અંગેની માહિતી પણ અપાઈ છે.

આ પણ વાંચો - Surat : પાટીદાર PSI ઉર્વિશા મેંદપરાની સમાજનાં યુવાનોને ટકોર, કહ્યું- શું કામ અળવે રસ્તે જાઓ છો..!

ઉચ્ચ કક્ષાએ રિપોર્ટની સમીક્ષા બાદ પરીક્ષા અંગે લેવાશે અંતિમ નિર્ણય

માહિતી અનુસાર, નર્સિંગ પરીક્ષા માન્ય રાખવી કે રદ કરવી તે અંગે હવે આરોગ્ય વિભાગ (Health Department) નિર્ણય લેશે. આવતીકાલ સુધીમાં આરોગ્ય વિભાગ આ અંગે નિર્ણય લઈ શકે છે તેવી માહિતી છે. ઉચ્ચ કક્ષાએ રિપોર્ટની સમીક્ષા બાદ પરીક્ષા અંગે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. વિધાર્થીઓને અન્યાય ન થાય તે બાબત ધ્યાને રાખીને સરકાર નિર્ણય કરશે. જણાવી દઈએ કે, 1903 જગ્યા માટે 70 હજારથી વધુ ઉમેદવારોની પરીક્ષા આપી હતી. ત્યારે આ ગેરરીતિ બહાર આવ્યા બાદ 70 હજારથી વધુ ઉમેદવારોનાં ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયો છે.

આ પણ વાંચો - નર્સિંગ પરીક્ષામાં મોટુ કૌભાંડ, ચોક્કસ વ્યક્તિએ કાઢેલું આખેઆખુ પેપર પુછાઇ ગયું હોવાનો દાવો

Tags :
GTUGujarat FirstGUJARAT FIRST NEWSGujarat health departmentGujarat Nursing Exam ScamLatest Gujarati NewsNursing Recruitment ExamRushikesh PatelTop Gujarat First NewsTop Gujarati News