Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BSFમાં ઉજવાયો રાષ્ટ્રીય ખેલ દિવસ, રીલે રેસ, બાસ્કેટબોલ, વોલીબોલ સહિતની રમતોની સ્પર્ધા યોજાઈ

બોર્ડર સિક્યુરીટી ફોર્સ એટલે કે BSFના ઉપક્રમે ગાંધીનગર સ્થિત હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાત ફન્ટ્રીયરના ઉપક્રમે આયોજીત આ ખેલ દિવસમાં બીએસએફના જવાનોના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બે- દિવસ સુધી ચાલનારા આ ખેલ દિવસમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઇ હતી. રીલે રેસ, બાસ્કોટબોલ, વોલીબોલ સહિતની રમતોની સ્પર્ધા યોજાઈબીએસએફ આઈજી જી. એસ. મલીક તેમજ બીએસà
bsfમાં ઉજવાયો રાષ્ટ્રીય ખેલ દિવસ  રીલે રેસ  બાસ્કેટબોલ  વોલીબોલ સહિતની રમતોની સ્પર્ધા યોજાઈ
બોર્ડર સિક્યુરીટી ફોર્સ એટલે કે BSFના ઉપક્રમે ગાંધીનગર સ્થિત હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાત ફન્ટ્રીયરના ઉપક્રમે આયોજીત આ ખેલ દિવસમાં બીએસએફના જવાનોના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બે- દિવસ સુધી ચાલનારા આ ખેલ દિવસમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઇ હતી. 

રીલે રેસ, બાસ્કોટબોલ, વોલીબોલ સહિતની રમતોની સ્પર્ધા યોજાઈ
બીએસએફ આઈજી જી. એસ. મલીક તેમજ બીએસએફ બાવાના અધ્યક્ષા સવિતા મલિકે ફ્લેગ ઓફ કરી ખેલ દિવસનો પ્રારંભ કરાવ્યો હતો. મેજર ધ્યાનચદ જયંતિ પર આયોજીત આ ખેલ દિવસ અંતર્ગત ત્રણ દિવસ દરમિયાન રીલે રેસ, બાસ્કેટબોલ, વોલીબોલ સહિતની રમતોની સ્પર્ધા યોજાઈ હતી. 
નોંધનીય છે કે, હોકીના મહાન પ્લેયર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટે ભારતમાં દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ દિવસ ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ રમતગમત દ્વારા  ફિટ ઈન્ડિયાનેો હેતું છે. આ સૈનિકો તો દેશની સરહદોની રક્ષા કરે છે. તો તેમની સાથે તેમનો પરિવાર પણ ફીટ અને હેલ્થી રહે તે હેતુસર રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

રમત-ગમત  દ્વારા લોકોમાં ખેલદીલીની ભાવના વિકસે છે.સાથે જ આ રમતોથી યુવાઆ શારીરિક પ્રવૃત્તિઓ અને રમતોને  દૈનિક જીવનમાં સામેલ કરે તો તેનાથી તન અને મનની તંદુરસ્તી પણ જળવાય છે, જેથી તેની શારીરિક ફિટનેસ માટે પણ જીવનમાં રમતગમતનું વિશેષ મહત્ત્વ રહેલું છે. 

Advertisement
Tags :
Advertisement

.