Gujarat Local Elections : Gandhinagar Taluka Panchayat ચૂંટણીમાં EVM ખોટકાયા
- ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 60 ઉમેદવારો મેદાને
- 1.99 લાખ મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરશે
- દરેક મતદાન મથકોએ પોલીસનો સ્ટાફ પણ તહેનાત છે
Gujarat Local Elections :
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં EVM ખોટકાયા છે. જેમાં મોકપોલ દરમિયાન બે EVM ખોટકાયા છે. તેમજ બન્ને EVMને બદલીને મતદાન શરૂ કરાયું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો રંગ જામ્યો છે. જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ આજે મતદાનની શરૂઆત થઇ છે. ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે ચૂંટણી જંગ છે. તેમાં 111 મતદાન મથકોના 228 મતદાન બુથો પર મતદાન થઇ રહ્યું છે. ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 60 ઉમેદવારો મેદાને છે. 60 ઉમેદવારોમા ભાજપ કોંગ્રેસ 28-28 ઉમેદવારો, 1 આમ આદમી પાર્ટી અને 3 અપક્ષ ઉમેદવાર મેદાને છે.
Sthanik Swaraj Election 2025 LIVE : જુઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાં કેવો છે માહોલ? | Gujarat First https://t.co/cdsDy5M81f
— Gujarat First (@GujaratFirst) February 16, 2025
ગાંધીનગર તાલુકા પંચાયતના 1.99 લાખ મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરશે
ગાંધીનગર તાલુકા પંચાયતના 1.99 લાખ મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરશે. આ 28 બેઠકોમાં કુલ મતદાન મથકો છે જે પૈકી 96 જેટલા મથકો સંવેદનશીલ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન સલામતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા રિઝર્વ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આ સાથે સ્થાનિક ચૂંટણી તંત્રને રાજ્યના કંટ્રોલ રૂમની સાથે ઝોનલ ઓફિસરના સંપર્કમાં સતત રહેવા માટે પણ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ જવાનની હાજરીમાં 29 રૂટ પર આ બીયુ-સીયુ લઇ જવાયા હતા. જિલ્લામાં ચૂંટણીના દિવસે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી પોલીસ દ્વારા પણ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યોછે અને કવીક રીસ્પોન્સ ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે.
Gandhinagar તાલુકા પંચાયતમાં ભારે રસાકસી
ગાંધીનગર તા.પં.ની 28 બેઠકો પર ચૂંટણી જંગ
111 મતદાન મથકોના 228 બૂથ પર મતદાન
કુલ 28 બેઠકો માટે 60 ઉમેદવારો છે મેદાને
1.99 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભાવિ#Gandhinagar #Election #LIVE #SthanikSwarajElection #Election2025 #GujaratFirst pic.twitter.com/gAjl1KO3AU— Gujarat First (@GujaratFirst) February 16, 2025
દરેક મતદાન મથકોએ પોલીસનો સ્ટાફ પણ તહેનાત છે
નિયત કરેલા સ્ટાફમાંથી કોઇ કર્મચારી કે અધિકારી ગેરહાજર રહે તો તેના માટે 20 ટકા પોલીંગ સ્ટાફ રીઝર્વ રાખવામાં આવ્યો છે. જે તાકિદે મતદાન મથક સુધી પહોંચી શકશે. આજે મતદાનના દિવસે પણ આ પોલીંગ રીઝર્વ સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે. ક્યાંય કોઇ પણ મતદાન મથક ઉપર કર્મચારીની તબીયત લથડી કે કોઇ રાજકીય બાબતે તેમને ત્યાંથી ખસેડવા પડે તો અન્ય કર્મચારી તાત્કાલિક ત્યાં ફરજ સંભાળી લેશે. આ માટે તમામ સ્ટાફને ટ્રેનીંગ પણ આપવામાં આવી છે.
પોલીંગ સ્ટાફ માટે પણ રેન્ડમાઇઝેશન છે
ઉલ્લેખનીય છે કે, પોલીંગ સ્ટાફ માટે પણ રેન્ડમાઇઝેશન છે. ચૂંટણી તંત્રએ પ્રત્યેક મતદાન મથકમાં એક પ્રીસાઇડીંગ ઓફિસર, બે પોલીંગ ઓફિસર, એક મહિલા પોલીંગ ઓફિસર અને સેવકને ફરજ સોંપવામાં આવી છે જે માટે તેમની પ્રથમ અને અંતિમ એમ બે તાલિમ આપવામાં આવી છે જેમાં તેમને ઇવીએમની પ્રત્યેક્ષ નિદર્શન પણ કરાવડાવવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક મતદાન મથકોએ પોલીસનો સ્ટાફ પણ તહેનાત છે.
આ પણ વાંચો: Gujarat Local Elections : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ દાવ પર