Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આવ્યા આ મહત્ત્વનાં સમાચાર!

પોલીસ ભરતી માટે શારિરીક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે.
gujarat police   ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આવ્યા આ મહત્ત્વનાં સમાચાર
Advertisement
  1. પોલીસ ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર (Gujarat Police)
  2. જાન્યુઆરીમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે
  3. PSI અને લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજાશે

રાજ્યમાં પોલીસ ભરતીની (Gujarat Police) તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી માટે લેવાતી શારિરીક કસોટી જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે. PSI અને લોકરક્ષક માટે શારીરિક કસોટી જાન્યુઆરી મહિનાનાં બીજા સપ્તાહમાં યોજાઈ તેવી શક્યતાઓ છે. પોલીસ ભરતીની 12,472 જગ્યાઓ માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - GPSC નાં ઉમેદવારો માટે મોટા સમાચાર, પ્રાથમિક કસોટીનાં સંમતિ પત્ર માટે ભરવી પડશે આટલી ડિપોઝિટ ફી!

Advertisement

Advertisement

જાન્યુઆરી મહિનાનાં બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે પરીક્ષા

રાજ્યમાં પોલીસ ભરતીનાં ઉમેદવારો માટે શારીરિક કસોટીનું (Physical Test) આયોજન જાન્યુઆરી મહિનામાં થઈ શકે તેમ છે. એવી માહિતી સામે આવી છે કે, જાન્યુઆરી મહિનાનાં બીજા સપ્તાહમાં PSI અને લોકરક્ષક માટે આ કસોટી યોજાઈ શકે છે. જણાવી દઈએ કે, 12,472 જગ્યાઓ માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર, પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત

યુવરાજસિંહ જાડેજાએ પણ કર્યું ટ્વીટ

આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) પણ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે માહિતી આપી છે. યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરી લખ્યું કે, GPRB/202324/1 ની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી-2025 નાં બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે.

આ પણ વાંચો - Narmada: AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની કરાઈ અટકાયત, જાણો શું છે મામલો

Tags :
Advertisement

Trending News

.

×