Health Workers Strike : આરોગ્યકર્મીઓની હડતાલ અંગે સરકારનું મોટું એક્શન!
- આરોગ્યકર્મીઓની હડતાલ અંગે સરકારનું મોટું એક્શન (Health Workers Strike)
- રાજ્ય સરકારે હડતાલ સામે 'એસ્મા' લાગુ કર્યો
- આરોગ્યકર્મીઓ કામ પર પરત નહીં ફરે તો થશે કાર્યવાહી
- આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવામાં આવરી લેવાઇ
Gandhinagar : ગુજરાતનાં આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ (Health Workers Strike) પર ઉતર્યા છે. ગઈકાલે બોટાદમાં (Botad) આરોગ્ય કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. અચોક્કસ મુદ્દતની હડતાળમાં કર્મચારીઓને ન્યાય મળે તેવી માગણી કરાઈ છે. જો ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે તેવી વાત પણ સામે આવી હતી. જો કે, હવે આ મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો - રાજકુમાર જાટ હત્યા કેસ: રાજસ્થાનનાં સાંસદે લોકસભામાં હત્યા મામલે નિષ્પક્ષ તપાસની કરી માંગ
આરોગ્યકર્મીઓ કામ પર પરત નહીં ફરે તો થશે કાર્યવાહી!
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોગ્યકર્મીઓની હડતાળ (Health Workers Strike) અંગે રાજ્ય સરકારે મોટું એક્શન લીધું છે, જે અંતર્ગત હડતાળ સામે રાજ્ય સરકારે 'એસ્મા' લાગુ કર્યો છે. આરોગ્યકર્મીઓ કામ પર પરત નહીં ફરે તો કાર્યવાહી પણ થઈ શકે છે. આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવામાં આવરી લેવાઇ છે. ફિક્સ-પે કર્મચારીઓ હડતાળ કરે ત્યારે સેવા સમાપ્તિ સુધીની વિચારણા પણ થઈ શકે છે. નોંધનીય છે કે, પોલીસ, ઊર્જા જેવા વિભાગોની સેવા પહેલેથી છે 'એસ્મા' અંતર્ગત આવરી લેવામાં આવી છે.
આ પણ વાંચો - Gondal : યુવક પર હિચકારી હુમલો થતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા લોકો ઉમટ્યા
ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા, પગાર વિસંગતતા દૂર કરવાની માગ
જણાવી દઈએ કે, ગઈકાલે બોટાદમાં આરોગ્ય કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. દરમિયાન, એમપી, એચ.ડબલ્યૂ, એફએચ ડબલ્યૂ સહિતનાં કર્મચારીઓ જોડાયા હતા. ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા અને પગાર વિસંગતતા દૂર કરવાની આરોગ્ય કર્મચારીઓની માગ છે. અચોક્કસ મુદ્દતની હડતાળમાં કર્મચારીઓને ન્યાય મળે તેવી માગ ઊઠી છે. જ્યારે, ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે એવી પણ વાત સામે આવી હતી. આ પહેલા દ્વારકાનાં (Dwarka) ખંભાળિયામાં પણ આરોગ્યકર્મીઓ હડતાળ પર ઊતર્યા હતા અને વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ અંગે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. જ્યારે, ગાંધીનગરમાં (Gandhinagar) સત્યાગ્રહ છાવણી પાસે આરોગ્ય કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન કર્યા હતા.
આ પણ વાંચો - VADODARA : ગતિના શોખને સપનાની ઉંચાઈઓ સુધી લઈ જતી કિંજલ રાજ