ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarati Top News : આજે 21 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. જેમાં ગાંધીનગર વિધાનસભાની કાર્યવાહી (પ્રશ્નોત્તરી કાળ) તથા અમદાવાદમાં સ્ટેન્ડિગ કમિટીની બેઠક થશે તથા સુરત ક્રાઈમ બ્રાન્ચનું મેગા ઓપરેશન તથા રાજકોટમાંથી ઝડપાયેલ નકલી કરન્સીને લઈ મોટો પર્દાફાશ
07:12 AM Mar 21, 2025 IST | SANJAY
featuredImage featuredImage
Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News @ Gujarat First

આજે 21 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : આજે 21 માર્ચ 2025ના રોજ ગુજરાતમાં વિવિધ ઘટનાઓએ રાજ્યનું વાતાવરણ ગરમાવ્યું છે. ગાંધીનગર વિધાનસભાની કાર્યવાહી (પ્રશ્નોત્તરી કાળ) સાથે સ્ટેન્ડિગ કમિટીની બેઠક થશે તથા સુરત ક્રાઈમ બ્રાન્ચનું મેગા ઓપરેશન અને વિશ્વ વન દિવસનાં રોજ તાપી જિલ્લામાં વિવિધ આદિવાસી સંગઠનો અને વિવિધ સમિતિ દ્વારા મહાસંમેલનનું આયોજન સાથે બનાસકાંઠાના ડીસામાં કુંપટ ગામ ખાતે સિતળા સાતમ નીમીતે અનોખો ભાતીગળ લોકમેળો યોજાશે.

ગાંધીનગર વિધાનસભાની કાર્યવાહી (પ્રશ્નોત્તરી કાળ)

આજે બપોરે 12 વાગે વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવનાર છે. આ બેઠકમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે જેમાં વિધાનસભાની ગૃહની બેઠકમાં ઉદ્યોગ, નાગરીક ઉડ્ડયન સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરાશે. જેમાં વિવિધ 14 વિભાગના કાગળ મેજ પર મૂકવામાં આવશે. અનુમતિ મળેલા વિધેયક મેજ પર મૂકવામાં આવશે તથા વિવિધ સમિતિના અહેવાલ મેજ પર મૂકવામાં આવશે. તેમજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની માંગણી પર ચર્ચા અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે

સ્ટેન્ડિગ કમિટીની બેઠક યોજાશે

ગઇકાલે સ્ટેન્ડિગ કમિટીની બેઠક અચાનક રદ્દ થઈ હતી હવે આજે બપોરે 1 વાગે બેઠક મળશે. બાદમાં સાંજે રોડ સેન્ડ બિલ્ડીગ કમિટી અને વોટર કમિટીની બેઠક મળશે. જેમાં ચોમાસાને લઈને તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે તથા સાંજે 4 વાગે વોટર કમિટી
સાંજે 5 વાગે રોડ કમિટીની બેઠક યોજાવાની છે તેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

સુરત ક્રાઈમ બ્રાન્ચનું મેગા ઓપરેશન

રાજ્યગૃહ મંત્રી અને પોલીસ વડાના આદેશાનુસાર આજે સુરત ક્રાઈમ બ્રાન્ચનું મેગા ઓપરેશન થશે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માથાભારે અને અસમાજિક તત્વો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. સવારે નવ કલાકે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મેગા સર્ચ ઓપરેશનમાં હાજર રહે તેવી શક્યતા છે. તથા અસમાજિક તત્વો સામે લગામ કસવા સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.

રાજકોટમાંથી ઝડપાયેલ નકલી કરન્સીને લઈ મોટો પર્દાફાશ

RBIના ફીચર્સ મુજબના કોરા પેપરનું ઓનલાઈન ધૂમ વેચાણ થયા છે. જેમાં 20 થી 22 જેટલી કંપનીઓ દ્વારા પેપરનું વેચાણ કરાય છે. કોરા પેપરનું વેચાણ કરતી બધી કંપની ચાઈનાની હોવાનું અનુમાન છે. જાગૃત નાગરિક દ્વારા અનેક એજન્સીઓને જાણ કરવામાં આવી છે. CBI, ED, RBI સહિતની એજન્સીને જાણ કરવામાં આવતા તપાસ શરૂ થઇ છે. ગાંધીનગર CBI ઓફિસે વિરેન્દ્રસિંહે ડેમો પણ આપ્યો હતો. છતાં કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે એક મોટો સવાલ છે. માર્કેટમાં આવી ડુપ્લીકેટ નોટો કેટલી ફરતી હશે તે પણ મોટો સવાલ છે.

રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા!

એક સાથે નહીં પરંતુ કટકે કટકે વધારો થવાની ચર્ચા! તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે અને રિયલ એસ્ટેટ અગ્રણી પરેશ ગજેરાની સરકારને રજૂઆત છે. તેમાં જંત્રીના દરમાં તબક્કાવાર વધારો કરવાની રજૂઆત તથા વર્તમાન પરિસ્થિતિ જોતાં સરકાર નિર્ણય લઈ શકે છે. બિલ્ડર લોબી પહેલેથી જ જંત્રી વધારાનો વિરોધ કરી રહી છે.

બનાસકાંઠાના ડીસામાં કુંપટ ગામ ખાતે શીતળા સાતમ નીમીતે અનોખો ભાતીગળ લોકમેળો યોજાશે

બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે કૂંપટ ગામમાં આવેલુ શીતળા માતાજીનું મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે શીતળા સાતમના દિવસે અહીં ભવ્ય લોકમેળો ભરાય છે, મેળામાં આજુબાજુના 50 થી વધુ ગામના લોકો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શીતળામાતાજીના મંદિરની સ્થાપના 700 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ભક્તો દૂર દૂરથી પોતાની માનતાઓ પુરી કરવા અહીં આવે છે. કહેવાય છે કે, 700 વર્ષ પહેલા અહીં વગડો હતો. વગડામાં આહીરો પશુઓને ચારવા લઈને આવતા હતા. તેમને અહી 5 ઈટો મૂકી શીતળા માતાની નાની ડેરી બનાવી હતી.સમય જતા અનેક ચમત્કાર થતા ગામ લોકોએ મોટા મંદિરનું નિર્માણ કર્યું હતું. હાલ અનેક લોકો માતાજીની બાધા રાખે છે. બાધા પૂર્ણ થતા દૂર દૂરથી લોકો માતાજીના દર્શન કરવા આવે છે.

આ પણ વાંચો: Rashifal 21 March 2025 : ચંદ્ર અને ગુરુના સંસપ્તક યોગની રચનાને કારણે આ રાશિઓને થશે ફાયદો

Tags :
ahmedabad gujarat newsGujarat FirstGujarat todayGujarati NewsGujarati Top NewsTop Gujarati News