Gujarat: મધરાત્રે પોલીસ, LCB, SOG એ પાડ્યા દરોડા, બુટલેગર યુવરાજસિંહ જેલમાં દારૂની મહેફિલ માણતા પકડાયો
Gujarat: ગુજરાત (Gujarat)માં દારૂની બંદી છે, છતાં પણ અહીં ધૂમ ઝડપે દારૂ વેચાઈ રહ્યો છે. બુટલેગરો કોઈ પણ ખૌફ વગર દારૂ વેચી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ હવે તો પોલીસની કેદ એટલે કે જેલમાં પણ દારૂની મહેફિલ થતી હોવાની જાણકારી સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, બુટલેગર યુવરાજસિંહ જાડેજા પોલીસની હત્યાના પ્રયાસમાં પકડાયા પછી પણ સખણા ન રહેતા જેલમાં દારૂની ખેપ મારતા ઝડપાયો છે. વિગતે વાત કરીએ તો, યુવરાજસિંહ જાડેજા જેલમાં દારૂની મહેફિલ માણતા પકડાયા છે.
ગળપાદર જેલમાં ગાંધીધામ પોલીસ, LCB, SOGના મધરાત્રે દરોડા
નોંધનીય છે કે, ગાંધીધામ પાસે ગળપાદરમાં આવેલી જેલમાં મુખ્ય બુટલેગર યુવરાજસિંહ ઉપરાંત અડધો ડઝન કેદીઓએ દારૂની મહેફિલ જમાવી હતી. ગાંધીધામ પોલીસ આદિપુર પોલીસ અને એલસીબી સાથે એસઓજીના કાફલાએ મધરાતે ત્રાટકીને મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો. અહીં પોલીસેન દારૂની બોટલો, મોબાઈલ ઉપરાંત 50000 રોકડા મળી આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે ગાંધીધામની ગળપાદર જેલના 6 કેદીઓ કેફી પીણુ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
9 આરોપીઓ સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો
આ દરોડા દરમિયાન જેલમાં દારૂની મહેફિલ માણતાં પકડાયેલાં કાચા કામના 6 કેદીઓમાં ભચાઉના રીઢા બૂટલેગર અને પોલીસ પર હુમલા કેસમાં સંડોવાયેલ યુવરાજસિંહ જાડેજા, ગાંધીધામનો રીઢો બૂટલેગર મનોજ ઊર્ફે પકાડો માતંગ, રોહિત ગરવા, શિવભદ્રસિંહ જાડેજા, ગોવિંદ મહેશ્વરી અને રોહિતસંગ ઠાકોરનો સમાવેશ થાય છે. જ્યારે બુટલેગર યુવરાજસિંહ જાડેજા, સુરજીત પરદેશી, રજાક ઉર્ફે સોપારી ચાવડા, હિતેન્દ્રસિંહ ઝાલા પાસે 4 મોબાઈલ મળી આવ્યા છે. પોલીસે 9 આરોપીઓ સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો છે. હાઈ સિક્યોરિટી બેરેકની છત પરથી રોકડા પચાસ હજાર મળી આવ્યા છે.
01 લાખ 40 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો
પોલીસે કુલ 01 લાખ 40 હજાર 700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ દારૂબંધી અને મોબાઈલ ફોન રાખવા સહિતના ગુના દાખલ કર્યાં છે. રેન્જ આઇ. જી.ચિરાગ કોરડીયા અને એસ.પી.સાગર બાગમારની સીધી સુચનાના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. જેલમાં જલસા કરાવતાં જવાબદાર સંત્રીઓ અને અધિકારીઓ સામે સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.જેલમાં આ રીતે જો દારૂ,મોબાઈલ મળી આવે તે ગંભીર બાબત કહી શકાય.આજના આ બનાવથી સમગ્ર જેલ તંત્રમાં સોપો પડી ગયો છે.જેલમાં દારૂ મોબાઈલ કોની મદદથી પહોંચ્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે
કચ્છ રેન્જ IG ચિરાગ કોરડીયા અને SP સાગર બાગમારનો સપાટો
મળતી વિગતો પ્રમાણે ગાંધીધામની ગળપાદર જેલમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા 6 કેદીઓ કેફી પદાર્થ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો, પોલીસે પંચનામુ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ સાથે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે અલગ અલગ છ ફરિયાદો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, રેન્જ આઇ. જી ચિરાગ કોરડીયા અને એસ.પી.સાગર બાગમારનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાત (Gujarat)માં દારૂબંદી હોવા છતાં પણ કેમ આવી કેસો સામે આવી રહ્યો છે? શું ગુજરાત પોલીસ આવા બુટલેગરોને સાવરી રહી છે? આખરે જેલમાં દારૂ કેવી રીતે પહોંચ્યો?