Gujarat BJP : આવતીકાલે BJP બાકી રહેલા જિલ્લા-મહાનગર પ્રમુખોના નામની કરશે જાહેરાત!
- ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન પર્વને લઈ મોટા સમાચાર (Gujarat BJP)
- આવતીકાલે બાકી રહેલા પ્રમુખોના નામ જાહેર કરાશે
- ગાંધીનગર-અમદાવાદ શહેર પ્રમુખના નામ જાહેર કરાશે
- જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામ જાહેર કરાશે
Gujarat BJP : ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન પર્વને લઈને મોટા સમાચાર આવ્યા છે. આવતીકાલે બાકી રહેલા પ્રમુખોનાં નામની જાહેરાત થઈ શકે છે. ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદ (Ahmedabad) શહેર-જિલ્લા અને મહાનગરનાં પ્રમુખોનાં નામ જાહેર થઈ શકે છે. ગાંધીનગર શહેર પ્રમુખનું નામ 11 કલાકે જ્યારે અમદાવાદ શહેર પ્રમુખનું નામ સાંજે 5 કલાકે જાહેર થશે એવી માહિતી છે. નિરીક્ષકો બંધ કવરમાં નામો લઈને શહેર જિલ્લામાં જશે.
આ પણ વાંચો - Ahmedabad : ગેરકાયદે ધાર્મિક બાંધકામ સામેની કાર્યવાહી મામલે સરકારનો દ્વિતીય રિપોર્ટ HC માં રજૂ
ગાંધીનગર-અમદાવાદ શહેર પ્રમુખના નામ જાહેર કરાશે
ગુજરાત ભાજપ સંગઠનમાં (Gujarat BJP) બાકી રહેલા જિલ્લા-મહાનગર પ્રમુખોને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આવતીકાલે રાજ્યમાં ભાજપ પક્ષ બાકી રહેલા જિલ્લા અને મહાનગરનાં પ્રમુખોનાં નામની જાહેરાત કરી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખોના નામો જાહેર થઈ શકે છે. સાથે જ વડોદરા (Vadodara), ખેડા, પોરબંદર, પંચમહાલ (Panchmahal) અને જિલ્લા ભાજપ પ્રમુખોનાં નામો જાહેર થશે.
આ પણ વાંચો - Antisocial Elements : પોલીસ ચોપડે અસામાજિક તત્વ જાહેર થયેલા પૂર્વ સરપંચે જમીન વિવાદમાં હથિયારો સાથે ઘાતક હુમલો કર્યો
ગાંધીનગર શહેર પ્રમુખનું નામ 11 કલાકે જાહેર થશે
ભાજપનાં નિરીક્ષકો બંધ કવરમાં નામો લઈને શહેર જિલ્લામાં જશે. માહિતી અનુસાર, ગાંધીનગર શહેર (Gandhinagar) પ્રમુખનું નામ 11 વાગ્યે ગાંધીનગર હોદ્દેદારોની હાજરીમાં જાહેર કરાશે. જ્યારે અમદાવાદ શહેર (Ahmedabad) ભાજપ પ્રમુખનું નામ કુશાભાઉ ઠાકરે હોલ ખાતે સાંજે 5 વાગ્યે જાહેર થશે. જણાવી દઈએ કે આ પહેલા પણ ભાજપ દ્વારા વિવિધ શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરાઈ હતી. વર્તમાન પ્રદેશ પ્રમુખ CR પાટીલનો (CR Patil) કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય એવી શક્યતા છે. ભાજપ હાઈ કમાન્ડ આ જવાબદારી કોને સોંપશે તેને લઈને ચર્ચાનો માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો - Surat : શંકાસ્પદ બાંગ્લાદેશીઓને લઈ તપાસનો ધમધમાટ, ચાર લેયરમાં પૂછપરછ