Gujarat : વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન
- સરકારનો ઇરાદો કોઇને નજર અંદાજ કરવાનો નહોતો: અલ્પેશ ઠાકોર
- કોઇ એક સમાજને ન બોલાવવા, એવો ઉદ્દેશ્ય ન હોઇ શકે
- હું વિક્રમ ઠાકોરના સંપર્કમાં છું
વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે સરકારનો ઇરાદો કોઇને નજર અંદાજ કરવાનો નહોતો. કોઇ એક સમાજને ન બોલાવવા, એવો ઉદ્દેશ્ય ન હોઇ શકે. હું વિક્રમ ઠાકોરના સંપર્કમાં છું. આગામી સમયમાં માન સન્માન સાથે તેમને બોલાવીશુ. તમામ સમાજના કલાકારો ગુજરાતનું નામ રોશન કરે છે. તમામ સમાજના કલાકારો સરકાર માટે સન્માનનીય છે.
અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું
વિધાનસભા ઠાકોર કલાકારોને ન બોલાવવા મુદ્દે અલ્પેશ ઠાકોરની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું છે. જોકે કલાકારોને બોલાવવાનું પૂર્વ આયોજીત ન હોવાનું નિવેદન છે. તેમજ અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું છે કે
જે કલાકારો આવ્યા હતા તે ખ્યાતનામ અને ગુજરાતનું રત્ન છે. સરકાર સાથે ચર્ચા કરીશું અને કલાકારોને સન્માન મળશે. કોઈ કલાકારને અન્યાય થશે નહિ. કેટલાક કલાકારો લોબિંગ કરતા હોવાનું અલ્પેશ ઠાકોરનું નિવેદન છે. તેમજ કોઈનો પોલિટીકલ હાથો ન બને અને તેમની સાથે સંવાદ કરી રહ્યા છીએ તેમ પણ જણાવ્યું છે.
વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી
ગઇકાલે ગાંધીનગરના કુડાસણ ખાતે તુલસી ફાર્મમાં ઠાકોર સમાજે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતુ, જેમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સંમેલનનું આયોજન ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા વિક્રમ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું અને તેમાં રાજ્યના વિવિધ કલાકારો તેમજ સમર્થકો હાજર રહ્યા હતા. રાજ શેખાવત પણ આ સંમેલનમાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi), ગીતા રબારી, ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર (Mayabhai Ahir) સહિતનાં ગુજરાતનાં જાણીતા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને કલાકારોએ ગૃહની કામગીરી નીહાળી હતી. જો કે, આ મામલે અભિનેતા વિક્રમ ઠાકોરે (Vikram Thakor) ને બોલાવ્યા ન હતા જેથી વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Bhuj : આકાશમાં અજાણ્યો ઝબકારો, એલિયન્સ આવ્યા હતા કે શું?