Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ગૃહનું સંચાલન કરશે દિકરીઓ

Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ (National Girl Child Day) ની ઉજવણી કરવામાં આવશે. દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ 24 જાન્યુઆરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે....
09:21 AM Jan 24, 2024 IST | Hardik Shah

Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ (National Girl Child Day) ની ઉજવણી કરવામાં આવશે. દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ 24 જાન્યુઆરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે ધારાસભ્યો (MLA) ની જેમ બાલિકાઓ આજે વિધાનસભા ગૃહ (Assembly House) નું સમગ્ર સંચાલન કરશે.

‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન (Gandhinagar)

આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા તથા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્મ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) હાજર રહેશે. મુખ્યમંત્રી ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ, ભાનુબેન બાબરીયા (Banuben Babaria) પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ તેજસ્વિની વિધાનસભામાં દિકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દિકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયાએ તેજસ્વિની વિધાનસભા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) ના અધ્યક્ષ સ્થાને યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે.

ગુજરાતની 1300 થી વધુ દિકરીઓ સહભાગી થશે

તેમણે આગળ કહ્યું કે, લોકશાહીની સંસદીય પ્રણાલી વિધાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચે તે હેતુથી બાલિકાઓ માટે વિધાનસભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજનીતિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તે માટે બાલિકા વિધાનસભા યોજવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતની 1300 થી વધુ દિકરીઓ સહભાગી થશે. આ પહેલા મંત્રી ભાનુબેન બાબરીયાએ ઉમેર્યું હતું કે, 24 જાન્યુઆરીના ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવશે. આ દિવસે તેજસ્વિની વિધાનસભા ઉપરાંત જિલ્લા સ્તરે બાલિકા પંચાયત યોજાશે, જેમાં દિકરીઓ સામાન્ય સભામાં ભાગ લેશે. આજ રીતે કોર્પોરેશનમાં જનરલ બોર્ડનું સંચાલન પણ દિકરીઓ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો - Gandhinagar : આવતીકાલે કેબિનેટની મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા!

આ પણ વાંચો - Swagat : ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ નો સમય બદલાયો, જાણો નવો સમય અને તારીખ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
daughtersGandhinagarGandhinagar Newsgirl childGujarat Legislative AssemblyGujarat-Assemblyhanuben Babarianational girl child dayWomen and Child Welfare minister
Next Article