Gandhinagar : વિધાનસભામાં ઊઠ્યો અમરેલી લેટરકાંડનો મુદ્દો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં કોંગ્રેસ પર પ્રહાર
- અમરેલી લેટરકાંડ વિવાદનાં પડઘા વિધાનસભા ગૃહમાં (Gandhinagar)
- વિધાનસભામાં હર્ષ સંઘવીએ આપી ખાતરી
- પોલીસ રિપોર્ટનાં આધારે પગલાં લેવામાં આવશે
- કૌશિક વેકરિયા વિરુદ્ધ ગણાવ્યું રાજકીય ષડયંત્ર
Gandhinagar : અમરેલી લેટરકાંડ (Amreli Letter Scam) અને પાટીદાર દીકરી પાયલ ગોટીનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું કે, પોલીસ રિપોર્ટનાં આધારે પગલાંઓ લેવામાં આવશે. કૌશિક વેકરિયા (Kaushik Vekaria) અમરેલીનો અવાજ ન બને તે માટે રાજકીય ષડયંત્ર કરવામાં આવ્યું હતું. પટેલ સમાજને તમે રાજનીતિ નો હાથો બનાવવા માંગો છો. ગૃહમંત્રીએ કહ્યું કે, દીકરી જોડે અણબનાવ બને તો કોઈ એક સમાજની ન કહેવાય. તે દીકરી તમામ સમાજની બહેન-દીકરી હોય છે.
આ પણ વાંચો - Surat પોલીસે RTI નો દૂરઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી, 50 થી વધુ લોકો સામે નોંધ્યા ખંડણીના ગુના
પોલીસ રિપોર્ટનાં આધારે પગલાં લેવામાં આવશે : હર્ષ સંઘવી
વિધાનસભા ગૃહમાં આજે અમરેલી લેટરકાંડ અને પાટીદાર દીકરી પાયલ ગોટીનો મુદ્દો ઉઠ્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રિપોર્ટનાં આધારે પોલીસ લેવામાં આવશે. અમરેલી કાંડમાં 100 ટકા રિપોર્ટનાં આધારે પગલાં લેવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, કૌશિક વેકરિયા અમરેલીનો અવાજ ન બને તે માટે ષડયંત્ર કરાયું હતું. પટેલ સમાજને તમે રાજનીતિનો હાથો બનાવવા માંગો છો. તમારા શાસનમાં પટેલ ધારાસભ્યોની પણ હત્યા થઈ હતી.
આ પણ વાંચો - Deesa : ભયંકર અકસ્માત! 3 વાહન અથડાતાં વિકરાળ આગ લાગી, 2 નાં મોત, જુઓ Video
'દીકરી જોડે અણબનાવ બને તો કોઈ એક સમાજની ન કહેવાય'
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, દીકરી જોડે અણબનાવ બને તો કોઈ એક સમાજની ન કહેવાય. તે દીકરી તમામ સમાજની બહેન-દીકરી છે. તેમણે કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરતા કહ્યું કે, રાજનીતિક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. રેશ્મા પટેલે (Reshma Patel) અનેક વખ્ત સ્ટેટમેન્ટ આપ્યા તેની ચિંતા કોંગ્રેસે ન કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગૃહમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
આ પણ વાંચો - Ahmedabad : 'ટપાલ' અભિયાન બાદ TET-TAT પાસ ઉમેદવારોનું 'આવેદન પત્ર' અભિયાન!