Gandhinagar : વિધાનસભા પહોંચ્યા પૂર્વ નાયબ CM નીતિન પટેલ, કહ્યું - કેટલાક કામગીરી બતાવવા..!
તેમણે કહ્યું કે, વિકાસ માટે ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારી સરકાર કામ કરી રહી છે તેનો આનંદ છે.
06:25 PM Mar 25, 2025 IST
|
Vipul Sen
- પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા (Gandhinagar)
- ગૃહમાં પ્રેક્ષક ગેલેરીમાં બેસીને વિધાનસભાની કામગીરી નિહાળી
- વિધાનસભા અધ્યક્ષે ફોન કરી મને આમંત્રણ આપ્યું : નીતિન પટેલ
- કેટલાક કામગીરી બતાવવા બિનજરૂરી પ્રશ્નો કરતા હોય છે : નીતિન પટેલ
Gandhinagar : રાજ્યનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પ્રેક્ષક ગેલેરીમાં બેસીને વિધાનસભા ગૃહની (Gujarat Assembly) કામગીરી નિહાળી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, વિધાનસભા અધ્યક્ષે ફોન કરી મને આમંત્રણ આપ્યું હતું કે સત્ર દરમિયાન અહીં આવી કાર્યવાહી નિહાળો અને બધાને મળો. આથી, એમની લાગણીને માન આપી આવ્યો છું. તેમણે કહ્યું કે, વિકાસ માટે ભુપેન્દ્રભાઈના (CM Bhupendra Patel) નેતૃત્વમાં અમારી સરકાર કામ કરી રહી છે તેનો આનંદ છે.
ગૃહમાં પ્રેક્ષક ગેલેરીમાં બેસીને વિધાનસભાની કામગીરી નિહાળી
રાજ્યનાં પૂર્વ ડેપ્યૂટી CM નીતિન પટેલ આજે વિધાનસભા (Gandhinagar) પહોંચ્યા હતા. અહીં, પ્રેક્ષક ગેલેરીમાં બેસીને પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ગૃહની કામગીરી નિહાળી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીનો (Shankarbhai Chaudhary) મને ફોન આવ્યો હતો અને આમંત્રણ આપીને કહ્યું હતું કે સત્ર દરમિયાન અહીં આવી કાર્યવાહી નિહાળો અને બધાને મળો. આથી, એમની લાગણીને માન આપી આવ્યો છું. નીતિન પટેલે આગળ કહ્યું કે, પ્રશ્નોતરીની કામગીરી નિહાળી. વિકાસ માટે ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારી સરકાર કામ કરી રહી છે તેનો મને આનંદ છે.
કેટલાક કામગીરી બતાવવા બિનજરૂરી પ્રશ્નો કરતા હોય છે : નીતિન પટેલ
પૂર્વ ડેપ્યૂટી CM નીતિન પટેલે આગળ કહ્યું કે, અઘ્યક્ષની આગેવાનીમાં રજૂ થતા ધારાસભ્યોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય છે. સરકાર કામગીરી પ્રજા સુધી પહોંચાડવા વિધાનસભાનાં માધ્યમથી કામ કરે છે. ધારાસભ્યો પ્રજા અને સરકારનું ધ્યાન દોરવા પ્રયત્ન કરતા હોય છે. જો કે, કેટલાક કામગીરી બતાવવા બિનજરૂરી પ્રશ્નો કરતા હોય છે. આ બાબત સરકાર પણ જાણે છે. બધા રાજ્યોમાં આવું બનતું હોય છે. તેમણે કહ્યું કે, હું સતત 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યો છું અને સરકારની કામગીરીથી હું સંપૂર્ણ પણે વાકેફ અને અનુભવી છું.