Gujarat First પર પૂર્વ CM Shankarsinh Vaghela, 'પ્રજાશક્તિ પાર્ટી' અને ભાવિ રાજનીતિ અંગે કહી આ વાત
- પૂર્વ CM Shankarsinh Vaghela સાથે Gujarat First ની ખાસ વાતચીત
- પ્રજાશક્તિ પાર્ટી કોઈપણ પાર્ટીની B ટીમ નથી : શકરસિંહ વાઘેલા
- હું હવે ક્યારેય પણ ચૂંટણી લડવાનો નથી : શકરસિંહ વાઘેલા
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી છે. દરમિયાન, તેમણે નવી પાર્ટી 'પ્રજાશક્તિ પાર્ટી'ને (Prajashakti Party) લઈ અનેક સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, પ્રજાશક્તિ પાર્ટી કોઈપણ પાર્ટીની B ટીમ નથી. આ સાથે તેમણે ભવિષ્યમાં ચૂંટણી લડવા અંગે પણ મોટો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો - Satadhar Controversy માં મોટા સમાચાર! હવે આ દિવસે યોજાશે શક્તિ પ્રદર્શન કાર્યક્રમ 'ચલો સતાધાર'
યુવા ઉમેદવારોને પાર્ટીનાં સિમ્બોલ પર ચૂંટણી લડાવીશું : શંકરસિંહ વાઘેલા
ગુજરાતની રાજનીતિનાં 'બાપુ' કહેવાતા અને રાજ્યાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) ખાસ વાતચીત કરી હતી. દરમિયાન, શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટી 'પ્રજા શક્તિ પાર્ટી' (Praja Shakti Party) અને પોતાનાં ભાવિ રાજકીય સફર અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, પ્રજાશક્તિ પાર્ટી કોઈપણ પાર્ટીની B ટીમ નથી. આ સાથે શંકરસિંહ વાઘેલાએ દાવો કરતા કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજાશક્તિ પાર્ટી પોતાનાં ઉમેદવારો ઊભા રાખશે. પાર્ટી પોતાનાં સિમ્બોલ પર સારા યુવાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતારશે. અમારી તૈયારીઓ વર્ષ 2027 વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી શરૂ કરાઈ છે.
આ પણ વાંચો - Gujarat First Impact : Operation 'Asur' બાદ દીવ અને કચ્છમાં પોલીસની મોટી કાર્યવાહી!
'હું હવે ક્યારેય પણ ચૂંટણી લડવાનો નથી'
પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela) પોતાનાં રાજકીય સફર અંગે વાત કરતા કહ્યું કે, હું હવે ક્યારેય પણ ચૂંટણી લડવાનો નથી. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથેની મુલાકાત અંગે કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહને મળ્યો એટલે કોઈ સોદાબાજી માટે મળ્યો નહોતો. બાપુએ સ્પષ્ટતા કરી કે, હું ક્યારેય હવે ભાજપ (BJP) કે કોંગ્રેસમાં (Congress) જવાનો નથી. જણાવી દઈએ કે, 22 મી એ નવા પક્ષ પ્રજાશક્તિ પાર્ટીનાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે અને પ્રદેશ પ્રમુખની નિમણૂક પણ કરવામાં આવશે.
આ પણ વાંચો - રાજ્ય સરકાર દ્વારા State Allied and Healthcare Council ની રચના કરાઈ, જાણો તેનાં વિશે