ફિક્સ પે કર્મચારીઓ આનંદો...ભથ્થામાં થશે વધારો
- 12 કલાકથી ઓછા સમયનું ભથ્થું વધારીને રૂ.200 કરાયું
- 12 કલાક કરતાં વધુના રોકાણ માટે રૂ.400 ભથ્થું કરાયું
- ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર પ્રમાણે મળશે મુસાફરી ભાડું
Gandhinagar: ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં થશે વધારો. રાજ્ય સરકારના નાણાં વિભાગે આ જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્યભરના ફિક્સ પેના કર્મચારીઓને લાભ થશે. ડ્યૂટી અવર્સ ઉપરાંત ટ્રાવેલ્સ એલાઉન્સ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેની ટિકિટ અનુસાર મુસાફરી ભાડું મળશે.
ડ્યૂટી અવર્સ પ્રમાણે વધારો
ફિક્સ પે કર્મચારીઓના ડ્યૂટી અવર્સ પ્રમાણે નાણાં વિભાગે ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર 12 કલાકથી ઓછા સમયના ડ્યૂટી અવર્સનું ભથ્થું વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે 12 કલાકથી વધુના રોકાણ માટે ભથ્થું વધારીને 400 રુપિયા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર અનુસાર મુસાફરી ભાડું પણ આપશે.
આ પણ વાંચોઃ VADODARA : હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની પુછપરછમાં મોટો ખુલાસો
ફિક્સ પે કર્મચારીઓને થશે લાભ
ગુજરાત સરકારના નાણાં વિભાગે રાજ્યમાં કામ કરતા ફિક્સ પે કર્મચારીઓને રાહત થાય તેવો નિર્ણય કર્યો છે. જેમાં ફિક્સ પે કર્મચારીઓના ડ્યૂટી અવર્સ પ્રમાણે ભથ્થામાં વધારો તેમજ મુસાફરી ભાડા અંગે પણ નિર્ણય કર્યો છે. નાણાં વિભાગ હવે 12 કલાકથી ઓછા સમયના ડ્યૂટી અવર્સનું ભથ્થું વધારીને 200 રૂપિયા તથા 12 કલાકથી વધુના રોકાણ માટે ભથ્થું વધારીને 400 રુપિયા આપશે. રાજ્ય સરકાર ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર અનુસાર મુસાફરી ભાડું પણ આપશે.
આ પણ વાંચોઃ VADODARA : પડતર પ્રશ્નો મુદ્દે મહેસુલી કર્મચારી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન