Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે 'દાદા'ની તિજોરી ખુલશે, ગુજરાતીઓની બજેટ પર નજર

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0નું બજેટ 2023-24વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશેવિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત સરકારનું કેવું હશે બજેટરાજ્ય સરકારનું આત્મનિર્ભર થીમ પર બજેટ!વિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત સરકારબજેટના કદમાં 10થી 20 ટકાનો વધારોબજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતાગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે ત્યારે સત્રના બીજા દિવસે આજે શુક્રવારે ભૂપà
આજે  દાદા ની તિજોરી ખુલશે  ગુજરાતીઓની બજેટ પર નજર
  • ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0નું બજેટ 2023-24
  • વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે
  • વિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત સરકારનું કેવું હશે બજેટ
  • રાજ્ય સરકારનું આત્મનિર્ભર થીમ પર બજેટ!
  • વિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત સરકાર
  • બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો
  • બજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે ત્યારે સત્રના બીજા દિવસે આજે શુક્રવારે ભૂપેન્દ્ર પટેલ સરકારનું  બજેટ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ ગૃહમાં રજૂ કરશે. આજના બજેટ તરફ ગુજરાતવાસીઓ મીટ માંડીને બેઠા છે.  ભૂપેન્દ્ર પટેલ સરકાર બીજી વાર ચૂંટાયા બાદ આ પહેલું બજેટ છે. 
પ્રશ્નોત્તરી કાળથી શરુઆત
વિધાનસભા બજેટ સત્રના બીજા દિવસે રાજ્ય સરકાર વર્ષ 2023-24 નું બજેટ રજૂ કરશે. શુક્રવારે સત્રની શરૂઆત સવારે 10 વાગ્યે થશે. સત્રની શરૂઆત પ્રશ્નોતરી સાથે થશે.સામાન્ય વહીવટ, મહેસુલ, ગૃહ નિર્માણ,માર્ગ મકાન વિભાગોના પ્રશ્નો આવતી કાલે પ્રશ્નોતરી કાળમાં ચર્ચાશે..ત્યારબાદ 11.30 વાગ્યે રાજ્ય સરકારનું બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે

બજેટના કદમાં 10 થી 20 ટકાનો વધારો કરાય તેવી શક્યતા
નાણામંત્રી કનુભાઇ દેસાઇ બીજી વખત અને નવી સરકારનું પહેલું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટના કદમાં માતબર વધારાની શક્યતા છે. ગત વર્ષે 2.43 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે આગામી વર્ષ 2023-24 માટે બજેટના કદમાં 10 થી 20 ટકાનો વધારો કરાય તેવી શક્યતા છે જેથી બજેટનું કદ 2.90 લાખ કરોડ આસપાસ રહેવાની ધારણા છે..આગામી 15 એપ્રિલથી જંત્રીના નવા દરો લાગુ પડનાર હોવાથી આગામી નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ માતબર વધારો થવાનો અંદાજ છે. 

સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા
બીજી તરફ રાજ્ય સરકાર કરકસરના પગલાં પણ લઇ રહી છે. જેથી મોટું આર્થિક ભારણ હોય તેવી અનેક યોજનાઓ બંધ કરવામાં આવશે અથવા તો તેનો વ્યાપ ઓછો કરવામાં આવશે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોમાં મહત્તમ બજેટ ફાળવવામાં આવે તેવી શક્યતા છે.બજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા છે. 
ચૂંટણી બાદ સરકારના પ્રથમ બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત
  • બજેટમાં રોજગારલક્ષી યોજનાઓ, સરકારી ભરતીઓ, લાંબા ગાળાની યોજનાઓ પર ભાર મુકવામા આવશે
  • રાજ્ય સરકાર ખેડૂતો માટે કરી શકે છે નવી યોજનાઓની જાહેરાત
  • પ્રાકૃતિક ખેતી, હાલની યોજનામાં સહાયમાં વધારો તથા ખેડૂતોને બોનસની થઈ શકે છે જાહેરાત
  • આરોગ્યમાં યોજનાઓમાં વ્યાપ વધારો તથા આયુષ્માન યોજના સંદર્ભે થઈ શકે નવી જાહેરાત 
  • રીન્યૂએબલ એનર્જી, નવી શિક્ષણ નીતિ ને પ્રાધાન્ય આપતી જોગવાઈઓની થઈ શકે છે જાહેરાત 
  • સિંચાઈ અને પીવાના પાણી માટેના સરકારની આગામી આયોજનો તથા ગ્રામ્ય વિસ્તારમાં નવી યોજનાઓની થઈ શકે છે જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.