RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત
- રાજ્યના શિક્ષણ વિભાગે RTE માં પ્રવેશ માટે આવક મર્યાદા રૂ. 6 લાખ કરી
- આવક મર્યાદા વધારા અંગે વિભાગે અધિકૃત પરિપત્ર પણ જાહેર કર્યો
- શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખની આવક મર્યાદા હતી
- આવક મર્યાદા વધારાની સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવાઈ
રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાને લઈ મોટા સમાચાર આવ્યા છે. બે દિવસ પહેલા રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ (Prafulbhai Panseriya) પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદાને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકનાં પરિવારની આવક મર્યાદા રૂ. 6 લાખ કરવામાં આવી શકે છે. જો કે, હવે રાજ્યનાં શિક્ષણ વિભાગે (Gujarat Education Board) આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા 6 લાખ કરી છે. સાથે જ RTE પ્રવાસ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે.
આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!
RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા 6 લાખ કરાઈ
પહેલા રાજ્યમાં RTEમાં પ્રવેશ માટે અલગ અલગ હતી આવક મર્યાદા@prafulpbjp @kuberdindor @EduMinOfGujarat #BigBreaking #Gandhinagar #RTE #IncomeLimit #Gujarat #Education #GujaratFirst pic.twitter.com/YhVCeAZkbi— Gujarat First (@GujaratFirst) March 15, 2025
શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખની આવક મર્યાદા હતી
જણાવી દઈએ કે, રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં બાળકનાં પ્રવેશ માટે પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદા શહેરમાં 2.5 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખની હતી, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. રાજ્યનાં શિક્ષણ વિભાગે આરટીઈમાં પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદા રૂપિયા 6 લાખ સુધી કરવાનો નિર્ણય કર્યો છે. વિભાગ (Gujarat Education Board) દ્વારા આવક મર્યાદા વધારા અંગે અધિકૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ તે, આવક મર્યાદા વધારાની સાથે અરજી કરવાની તારીખ પણ લંબાવાઈ છે. હવે, આરટીઈમાં પ્રવાસ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે.
આ પણ વાંચો - RTE હેઠળ પ્રવેશ માટે પરિવારની વાર્ષિક આવક વધારવા મુદ્દે શિક્ષણમંત્રીના મોટા સંકેત
રાજ્યનાં શિક્ષણમંત્રીએ પણ આપ્યા હતા સંકેત
નોંધનીય છે કે, અગાઉ રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ (Prafulbhai Panseriya) પણ આ મામલે સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, RTE હેઠળ પ્રવેશકાર્યમાં આવકમાં વધારો થઈ શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકનાં પરિવારની આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે. જો કે, હવે આવક મર્યાદામાં વધારો થતાં ગરીબ અને ઓછી આવક ધરાવતા વધુ પરિવારોનાં બાળકોને આરટીઈ હેઠળ સારી શાળામાં પ્રવેશ મળી શકશે.
આ પણ વાંચો - Vikram Thakor નું વધુ એક મોટું નિવેદન! નવઘણજી ઠાકોરે કહ્યું - અમે સમાજ રત્નનો અવોર્ડ આપીશું..!