RTE હેઠળ પ્રવેશ માટે પરિવારની વાર્ષિક આવક વધારવા મુદ્દે શિક્ષણમંત્રીના મોટા સંકેત
- RTE માં પ્રવેશ પ્રક્રિયાની સમય મર્યાદા વધારવાનો મામલો
- રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન!
- "RTE માં ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ વધારવામાં આવી"
- "RTE પ્રવેશકાર્યમાં આવકમાં વધારો થઈ શકે છે"
- આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે : શિક્ષણ મંત્રી
રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં પ્રવેશ પ્રક્રિયાની સમય માર્યાદ વધારવા મામલે રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ (Prafulbhai Panseriya) મોટું નિવેદન આપ્યું છે. સાથે જ તેમણે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક મર્યાદાને લઈને પણ મોટા સંકેત આવ્યા છે.
આ પણ વાંચો - Summer in Gujarat : AMA ની ગાઇડલાઇન, બહાર જતાં કેપ-ગોગલ્સ પહેરવાં, પૂરતું પ્રવાહી લેવું
RTE માં ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ વધારવામાં આવી છે : શિક્ષણ મંત્રી
જણાવી દઈએ કે, રાજ્યનાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાનું RTE માં પ્રવેશ પ્રક્રિયાની સમય મર્યાદા વધારવા અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, RTE માં ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ વધારવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યું કે, RTE હેઠળ પ્રવેશકાર્યમાં આવકમાં વધારો થઈ શકે છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકનાં પરિવારની આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત અગામી દિવસોમાં થઈ શકે છે.
આ પણ વાંચો - Visavadar by-Election : BJP ના ઉમેદવારની રેસમાં આ બે નામ સૌથી આગળ!
પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખથી વધારી 6 લાખ થઈ શકે!
જણાવી દઈએ કે, રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શાળામાં બાળકનાં પ્રવેશ માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ રૂપિયા સુધી હતી, જેમાં હવે વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો ગરીબ અને ઓછી આવક ધરાવતા લાખો પરિવારોનાં બાળકોને RTE હેઠળ સારી શાળામાં પ્રવેશ મળી શકશે. જો કે, આ મામલે હાલ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ, શક્યતા છે કે આગામી થોડા દિવસમાં સરકાર દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો - South Gujarat : એક સાથે 4 જિલ્લામાં 'વીજળી ગુલ'! કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ!