ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gujarat: વાવ-થરાદ જિલ્લો જાહેર થયા બાદ પ્રથમ SC/ST સેલના DySP ની નિમણૂક, કુલ 37 અધિકારીનું પોસ્ટિંગ

Gujarat: સીધી ભરતીથી નાયબ પોલીસ અધિક્ષક બિન હિથિયાર વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂંક પામેલા વર્ષ 2017, 2021 અને 2022 બેચના અજમાયશી અધિકારીઓની તાલીમ પૂર્ણ થઈ છે.
05:24 PM Jan 07, 2025 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Dyspo Class-I posts Appointment
  1. અલગ અલગ જિલ્લાઓમાં વર્ગ-1 સંવર્ગના અધિકારી તરીકે નિમણૂક
  2. વિભાજન બાદ પ્રથમ વખત વાવ-થરાદ જિલ્લા લેવલના અધિકારીની નિમણૂક
  3. થરાદમાં એસ.સી/એસ.ટી. સેલના નાયબ જિલ્લા પોલિસ અધિક્ષકની નિમણૂક

Gujarat: રાજ્ય પોલીસ દળમાં સીધી ભરતીથી નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી‌) વર્ગ-01 સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂક પામેલા 2017, 2021 અને 2022ની બેચના 37 અજમાયશી અધિકારીઓના તાલીમ સમયગાળો પૂર્ણ થયો છે. જેથી આ અધિકારીઓને અત્યારે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ અજમાયશી અધિકારીઓને હવે નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) વર્ગ-01 સંવર્ગની જગ્યાએ નિમણૂક આપતા આદેશો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Kutch: બોરવેલમાં ફસાયેલી 18 વર્ષીય ઇન્દિરા જિંદગીનો જંગ હારી ગઈ, 33 કલાકથી ચાલુ હતું રેસ્ક્યુ

36 નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારી વર્ગ-1 સંવર્ગની જગ્યાએ નિમણૂંક

નોંધનીય છે કે, સીધી ભરતીથી નાયબ પોલીસ અધિક્ષક બિન હિથિયાર વર્ગ-1 સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂંક પામેલા વર્ષ 2017, 2021 અને 2022 બેચના અજમાયશી અધિકારીઓની તાલીમ પૂર્ણ થઈ છે. જેથી તેમની તાલીમનો સમયગાળો પૂર્ણ થતા અત્યારે 36 નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારી વર્ગ-1 સંવર્ગની જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે. આ અધિકારીઓના નામની વાત કરવામાં આવે તો યાદી નીચે મુજબ છે.

આ પણ વાંચો: Vadodara : BJP મહિલા કાર્યકરે Video પોસ્ટ કરી જિલ્લા ભાજપ પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો!

વાવ-થરાદમાં જિલ્લા લેવલના સરકારી અધિકારીની નિમણુંક

સૌથી મહત્વના વાત એ છે કે, બનાસકાંઠામાંથી એક નવો જિલ્લો વાવ-થરાદ બનાવવામાં આવ્યું છે. તો વાવ-થરાદ જિલ્લાની જાહેરાત બાદ પ્રથમ વખત જિલ્લા લેવલના સરકારી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. વાવ-થરાદ જિલ્લા એસ.સી/એસ.ટી. સેલના નાયબ જિલ્લા પોલિસ અધિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. જે વાવ-થરાદ માટે ખુબ જ મહત્વની વાત છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
37 Dyspo appointment37 Dyspo Class-I postsappointmentCompletion training perioddirect recruitmentGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsProbationary OfficersSartanpar portSartanpar port BhavnagarTop Gujarati News