Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana-અમદાવાદ હાઇવે પર કાર ઝાડ સાથે અથડાઈ! ગોઝારા અકસ્માતમાં 2 નાં મોત

ઝાડ સાથે અથડાઈને કાર નજીકનાં ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.
mehsana અમદાવાદ હાઇવે પર કાર ઝાડ સાથે અથડાઈ  ગોઝારા અકસ્માતમાં 2 નાં મોત
Advertisement
  1. Mehsana-Ahmedabad Highway પર અકસ્માતમાં 2 નાં મોત
  2. જગુદણ નજીક કારને અકસ્માત નડ્યો
  3. ઝાડ સાથે અથડાઈને કાર ખાડામાં ખાબકી
  4. અન્ય 2 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

મહેસાણા-અમદાવાદ હાઇવે (Mehsana-Ahmedabad Highway) પર ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જગુદણ નજીક કારને અકસ્માત નડ્યો છે, જેમાં 2 લોકોનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. ઝાડ સાથે અથડાઈને કાર નજીકનાં ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. અકસ્માતની હચમચાવે એવી તસવીરો સામે આવી છે. અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે છઠ્ઠો દિવસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કહી આ વાત!

Advertisement

ઝાડ સાથે અથડાઈ જતાં કાર નજીકનાં ખાડામાં ખાબકી

પ્રાથમિક માહિતી અનુસાર, મહેસાણા-અમદાવાદ હાઇવે (Mehsana-Ahmedabad Highway) પર આવેલ જગુદણ નજીક આજે એક કારને ગોઝારો અકસ્માત નડ્યો છે. માહિતી અનુસાર, ઝાડ સાથે અથડાઈ જતાં કાર નજીકનાં ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હોવાની માહિતી છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Surat : 80 વર્ષીય વૃદ્ધ સાસુ પર વહુની ક્રૂરતા, Video જોઈ રૂવાંડા ઊભા થઈ જશે!

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો

અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી અને ખાડમાં ખાબકેલી કારમાંથી લોકોને બહાર કાઢવામાં સ્થાનિકોએ મદદ કરી હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે, જેની તસવીરો પણ સામે આવી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - વડનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, કહ્યું- દુનિયાભરમાં આવું મ્યુઝિયમ..!

Tags :
Advertisement

.

×