ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Banaskantha Division : દિયોદર BJP નાં ધારાસભ્યે કહ્યું- હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા..!

ધારાસભ્યે કહ્યું કે, ઓગડજી મહારાજની ભક્તિમાં કંઈક કમી રહી ગઈ હશે. માટે જ સરકારે ઓગડ જિલ્લો જાહેર નથી કર્યો.
06:03 PM Jan 17, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
kesaji_gujarat_first
  1. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ વધુ ગૂંચવાયો (Banaskantha Division)
  2. ભાજપનાં જ નેતાનો વિભાજન સામે બગાવતી સૂર!
  3. દિયોદરનાં ભાજપનાં ધારાસભ્યનું મોટું એલાન
  4. ઓગડ જિલ્લો બને ત્યાં સુધી લડત ચાલુ રાખવા હુંકાર

બનાસકાંઠા જિલ્લાનાં વિભાજનનો (Banaskantha Division) વિરોધ હાલ પણ યથાવત છે. ત્યારે BJP નાં વધુ એક નેતાના જિલ્લા વિભાજન સામે બગાવતી સૂર ઊઠ્યા છે. દિયોદરનાં ભાજપનાં ધારાસભ્ય કેશાજી ચૌહાણે (Keshaji Chauhan) મોટુ એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, ઓગડજીની ધરતીને ગૌરવ મળે, જો પાછો પડું તો જણનારીનું ધાવણ લાજે. કેશાજી ચૌહાણે દિયોદરને (Deodar) ઓગડ જિલ્લો બનાવવાની ઊગ્ર માગ કરી હતી.

આ પણ વાંચો - Ahmedabad : 'Coldplay' કૉન્સર્ટને લઈ સૌથી મોટા સમાચાર, ટિકિટ નથી મળી તો ચિંતાની જરૂર નથી!

હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા : કેશાજી

બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન (Banaskantha Division) બાદ ઠેર ઠેર વિરોધનાં સૂર ઉઠ્યા છે. ત્યારે દિયોદરનાં ભાજપનાં ધારાસભ્ય કેશાજી ચૌહાણે (Keshaji Chauhan) જાહેરમાં બગાવતી સૂર ઉઠાવ્યા હતા અને દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માગ કરી હતી. કેશાજી ચૌહાણે કહ્યું કે, મારા મત વિસ્તારના લોકોની વાત સાંભળવી તે મારું કર્તવ્ય છે. આથી, દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવાની સરકારને માગ છે. તેમણે કહ્યું કે, હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા. ઓગડ જિલ્લા અંગે મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆત કરી છે. ઓગડજી મહારાજની ભક્તિમાં કંઈક કમી રહી ગઈ હશે. માટે જ સરકારે ઓગડ જિલ્લો જાહેર નથી કર્યો.

આ પણ વાંચો - વિકાસના પથ પર અગ્રેસર Gujarat ની છબી ખરાબ કરનારાઓ પર લગામ ક્યારે ?

'સત્ય કભી પરાજય નહીં હોતા', વિજય ઓગડજીની ધરતીનો જ થશે : કેશાજી

કેશાજી ચૌહાણે આગળ કહ્યું કે, ઓગડજીની આ ધરતી એ પવિત્ર ધરતી છે. 'સત્ય કભી પરાજય નહીં હોતા', વિજય ઓગડજીની ધરતીનો જ થશે. ધારાસભ્યે કહ્યું કે, 'ઓગડજીની ધરતીને ગૌરવ મળે, જો પાછો પડું તો જણનારીનું ધાવણ લાજે'. જણાવી દઈએ કે, દિયોદરનાં (Deodar) ધારાસભ્યે લોકોને ઓગડ જિલ્લો બને ત્યાં સુધી લડત ચાલુ રાખવા અપીલ કરી હતી.

આ પણ વાંચો - Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે GIFT-IFI, GIFT-IFIH નું ઉદઘાટન

Tags :
Banaskantha DivisionBJPBreaking News In GujaratiBritish BandCongressDeodar BJP MLA Keshaji ChauhanGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKeshaji Chauhanland of OgadjiLatest News In GujaratiNews In GujaratiOgad DistrictOgadji Maharaj