CM Bhupendra Patel નો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, હવે નહીં થાય પાણીની અછત!
- CM Bhupendra Patel નો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય
- સિંચાઈ માટે જેટલું જોઈએ તેટલું પાણી આપવા સૂચના
- ભરપૂર પાણી હોવાથી કોઈ કાપ નહીં મુકવા આદેશ
- પાણી પુરવઠા વિભાગને મુખ્યમંત્રીએ આપી સૂચના
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લઈ જગતનાં તાતને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈએ તેટલું પાણી આપવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરપૂર પાણી હોવાથી કોઈ કાપ નહીં મુકવા આદેશ પણ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે વિસ્તારનાં ખેડૂતોની માગ હોય ત્યાં પાણી આપો.
આ પણ વાંચો - Brijraj Gadhvi એ Devayat Khawad ને કહ્યું- મન પડે ત્યારે આવી જજે, તારી જેમ છુપાઇને નથી રહેતા..!
જે વિસ્તારનાં ખેડૂતોની માગ હોય ત્યાં પાણી આપો : CM ભૂપેન્દ્ર પટેલ
રાજ્યનાં ખેડૂતો માટે સરકાર દ્વારા અગાઉ અનેકવાર મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે હવે ફરી એકવાર રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ખેડૂતલક્ષી નિર્ણય લઈ ખેડૂતોને મોટી ભેટ આપી છે. માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે. જે વિસ્તારમાં ખેડૂતોને પાણીની વધુ માગ છે ત્યાં પાણી આપવા પાણી પુરવઠા વિભાગને સૂચન કર્યું છે.
આ પણ વાંચો - Patan : HNGU માં ફરી મળી દારૂની ખાલી બોટલો! ષડયંત્ર છે કે ખરેખર દૂષણ વધ્યું ?
ભરપૂર પાણી હોવાથી કોઈ કાપ નહીં મુકવા આદેશ
પ્રાપ્ત અહેવાલ અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા વિભાગને (Water Supply Department) આદેશ કરતા કહ્યું કે, સિંચાઈ માટે જેટલું જોઈએ તેટલું પાણી ખેડૂતોને આપો. ભરપૂર પાણી હોવાથી કોઈ કાપ નહીં મુકવા સીએમએ આદેશ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જે વિસ્તારનાં ખેડૂતોની માગ હોય ત્યાં પાણી આપો. નોંધનીય છે કે, ખેડૂતો દ્વારા વારંવાર સિંચાઈનાં પર્યાપ્ત પાણી માટે સરકારને માંગ કરાતી હતી, જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરી વિભાગને સૂચના આપી છે.
આ પણ વાંચો - Amreli લેટરકાંડમાં કૌશિક વેકરિયાનાં સપોર્ટમાં પોસ્ટ વાઇરલ, બીજી તરફ પરેશ ધાનાણીના ઉપવાસ!