Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરકારી કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત, સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મીઓના ધરણા

આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે. તે પહેલા રાજ્યના સરકારી કર્મચારીઓ તેમની માગને લઇને રસ્તે આવી આંદોલન કરી રહ્યા છે. રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં આજે 72 જેટલા સરકારી કર્મચારી સંગઠનો એક મંચ પર આવીને ધરણા કરવાના છે. આ મામલે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓનું આવવાનું શરૂ àª
સરકારી કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત  સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મીઓના ધરણા
Advertisement
આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે. તે પહેલા રાજ્યના સરકારી કર્મચારીઓ તેમની માગને લઇને રસ્તે આવી આંદોલન કરી રહ્યા છે. રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં આજે 72 જેટલા સરકારી કર્મચારી સંગઠનો એક મંચ પર આવીને ધરણા કરવાના છે. 
આ મામલે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓનું આવવાનું શરૂ થઇ ગયું છે. અહીં આરોગ્ય, શિક્ષણ, પંચાયત સહિતના કર્મચારીઓ તેમની અલગ-અલગ માગ સાથે ધરણા કરશે. આ પહેલા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 10થી 2 વાગ્યા સુધી ધરણા યોજવાની જાહેરાત કરી હતી. સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે. વિવિધ સરકારી કર્મચારીઓના સંગઠન આજે પોતાની માગને પૂરી કરવા માટે એક જ મંચ પર આવીને આંદોલન કરવા જઇ રહ્યા છે. તેમની સૌથી મુખ્ય માગની વાત કરીએ તો તે જુની પેન્શન યોજના ફરી લાગુ કરવાની છે. વળી ઉપરાંત સાતમાં પગાર પંચનો લાભ, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની જેમ સળંગ સર્વિસ ગણવી અને અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવાની માગ સામેલ છે.
મહત્વનું છે કે, આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય, સચિવાલય સહિતના વિભાગના કર્મચારીઓ પોતાની માગણીઓને લઈ પ્રદર્શન કરશે. જો સરકાર કોઈ ચોક્કસ હકારાત્મક જવાબ નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે. ગુજરાતમાં જૂની પેંશન યોજના લાગુ કરવાની માગ સાથે 50 હજારથી વધુ  શિક્ષકોએ  ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શુક્રવારે ધરણા કર્યા હતા. શિક્ષકો દ્વારા જૂની પેંશન યોજના અને પડતર પ્રશ્નોના મુદ્દે ધરણાં યોજવામાં આવ્યા હતા. તેમજ 4200 ગ્રેડ પે આપવાની શિક્ષકોની માગ છે. જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અમદાવાદ મનપાના શિક્ષકો ધરણામાં હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે આંદોલન કરવા આવેલા સરકારી કર્મચારીઓ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરી હતી, જેમા એક કર્મચારીએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી અમે માગણી કરતા આવ્યા છીએ કે અમારી જુની પેન્શન યોજના લાગુ કરો પરંતુ સરકાર તે કરી રહી નથી, આ જ કારણ કે છે કે અમે ગાંધીનગર ખાતે અંદાજે 1 લાખ કર્મીઓ આવીને સરકારને જણાવવા જઇ રહ્યા છીએ કે સરકારી કર્મચારીઓની જુની પેન્શન યોજના તમારે કોઇપણ કાળે લાગુ કરવી પડશે. જ્યા સુધી કર્મચારીઓને જુની પેન્શન યોજના નહીં મળે ત્યા સુધી રોજ ગાંધીનગરમાં ધરણા કરવામાં આવશે. 


Tags :
Advertisement

.

×