Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AAPએ ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર

આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) લઈને આમ આદમી પાર્ટીએ (AAP) પોતાના ઉમેદવારોની ત્રીજા યાદી જાહેર કરી છે. અગાઉ આમ આદમી પાર્ટીએ (AAP) 2જી ઓગસ્ટે 10 અને 9 ઓગસ્ટે 9 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી જે બાદ આજે 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.ઉમેદવારોના નામ જાહેક કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, પાર્ટી તે માટે જલ્દી ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે જેથી ઉમેદવારોને જન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે aapએ ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર
આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) લઈને આમ આદમી પાર્ટીએ (AAP) પોતાના ઉમેદવારોની ત્રીજા યાદી જાહેર કરી છે. અગાઉ આમ આદમી પાર્ટીએ (AAP) 2જી ઓગસ્ટે 10 અને 9 ઓગસ્ટે 9 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી જે બાદ આજે 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.
ઉમેદવારોના નામ જાહેક કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, પાર્ટી તે માટે જલ્દી ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે જેથી ઉમેદવારોને જનતા વચ્ચે જવા પુરતો સમય મળી રહે. તેમણે જણાવ્યું હતું કે, કચ્છ માંડવીથી CA કૈલાસ ગઢવી, અમદાવાદના દાણીલીમડામાંથી દિનેશ કાપડિયા, ખેડબ્રહ્મામાંથી બિપીન ગામેતી, ડીસાથી ડો. રમેશ પટેલ, પાટણથી લાલેશ પટેલ, વેજલપુરથી કલ્પેશ પટેલ (ભોલાભાઈ), સાવલીથી વિજય ચાવડા, નાંદોદથી પ્રફુલ વસાવા, પોરબંદરથી જીવન જુંગી અને નિઝરથી અરવિંદ ગામીતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
તેમણે કહ્યું, આમ આદમી પાર્ટીએ આજે જાહેર કરેલા 10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે.
Advertisement
Tags :
Advertisement

.