AAP દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પ્રથમ યાદી જાહેર, 10 ઉમેદવારને આપી ટિકિટ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓ આ ચૂંટણીને લઇને પૂરી તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભેમભાઈ ચૌધરી - દિયોદર બેઠકજગમાલભાઈવાળા - સોમનાથ બેઠકઅર્જુન રાઠવા - છોટા ઉદેપુર બેઠકસાગર રબારી - બેચરાજી બેઠકવશરામ સાગઠિયા - રાજકોટ ગ્રામ્ય બેઠકરામ ધડુક - કામરેજ બેઠ
08:04 AM Aug 02, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓ આ ચૂંટણીને લઇને પૂરી તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે તાજેતરમાં આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
ભેમભાઈ ચૌધરી - દિયોદર બેઠક
જગમાલભાઈવાળા - સોમનાથ બેઠક
અર્જુન રાઠવા - છોટા ઉદેપુર બેઠક
સાગર રબારી - બેચરાજી બેઠક
વશરામ સાગઠિયા - રાજકોટ ગ્રામ્ય બેઠક
રામ ધડુક - કામરેજ બેઠક
શિવલાલભાઈ બારસિયા - રાજકોટ દક્ષિણ બેઠક
સુધીર વાઘાણી - ગારીયાધાર બેઠક
રાજેન્દ્ર સોલંકી - બારડોલી બેઠક
ઓમપ્રકાશ તિવારી - અમદાવાદ નરોડા બેઠક
રાજ્યમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ રહી છે. જે સ્પષ્ટપણે દેખાઇ પણ રહ્યું છે. જે રીતે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવે છે તે જોતા લાગે છે કે આમ આદમી પાર્ટી પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ પોતાની સરકાર બને તે માટે પૂરો પ્રયત્ન કરવાની શરૂઆત કરી રહી છે. તાજેતરમાં પાર્ટીએ આવનારી વિધાનસભાને લઇને 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે બીજી યાદી ટૂંક સમયમાં જાહેર કરી તેની સંભાવનાઓ છે.
મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુલાકાત બાદ AAPએ આ યાદી તૈયાર કરી હોવાની ચર્ચા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી ભાજપ અને કોંગ્રેસને બતાવવાનો પ્રયત્ન કરી રહી છે કે તે આ વિધાનસભાની ચૂંટણી માટે પૂરી રીતે તૈયાર છે.
Next Article