Gujarat Police : રાજ્યમાં 33 PSI ને PI તરીક બઢતી અપાઈ
- રાજ્યનાં પોલિસ બેડામાં પ્રમોશનને લઈ મહત્ત્વના સમાચાર
- 33 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું
- રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરાયા ઓડર
Gujarat Police : રાજ્યમાં પોલીસ અધિકારીઓની બઢતીને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. રાજ્યમાં 33 જેટલા PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. DGP વિકાસ સહાય (Vikas Sahay) દ્વારા આ આદેશ કરાયો છે. નોંધનીય છે કે, ગુજરાત પોલીસ વિભાગનાં પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - junagadh: રમતગમત સમારોહ પહેલા છબરડો, આમંત્રણ પત્રિકામાં MLA ના નામ જ બદલી દીધા
33 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું
રાજ્યમાં પોલીસ ખેડામાં પ્રમોશનને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, રાજ્યમાં 33 જેટલા PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વિભાગ (Gujarat Police) દ્વારા આ આદેશ કરાયો છે. રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 33 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ-3 ને પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયાર) વર્ગ-2 તરીકે હંગામી ધોરણે બઢતી આપવાનાં આદેશ કરાયા છે.
રાજ્યના પોલીસ બેડામાં 33 PSIને પ્રમોશન
33 PSIને બઢતી સાથે PI તરીકે પ્રમોશન મળ્યું
રાજ્યના DGP વિકાસ સહાયે કર્યો આદેશ@dgpgujarat @GujaratPolice #Ahmedabadpolice #Gujaratfirst pic.twitter.com/XkxlgGAFxX— Gujarat First (@GujaratFirst) April 7, 2025
આ પણ વાંચો - Gandhinagar : ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં 3 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક
અગાઉ 261 ASI ને PSI તરીકે આપવામાં આવી હતી બઢતી
નોંધનીય છે કે, ગુજરાત પોલીસ વિભાગનાં પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓનાં મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. અગાઉ 261 ASI ને PSI તરીકે બઢતી આપવામાં આવી હતી. જ્યારે છેલ્લા 15 મહિનામાં PSI થી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીઓમાં આનંદ ફેલાયો છે.
આ પણ વાંચો - ધોરણ 10 અને 12ના પરિણામ ક્યારે જાહેર થશે...જાણો વિગતવાર