Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુમારી સોનિયાબેન ગોકાણીએ ગુજરાત ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લીધા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણી (Soniaben Gokani)ને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય (Gujarat High Court)ના મુખ્ય ન્યાયાધિપતિ (Chief Justice) તરીકે શપથ લેવડાવ્યા હતા.રાજભવનમાં યોજાયો સમારોહરાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી અને રાજ્યà
07:28 AM Feb 16, 2023 IST | Vipul Pandya
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણી (Soniaben Gokani)ને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય (Gujarat High Court)ના મુખ્ય ન્યાયાધિપતિ (Chief Justice) તરીકે શપથ લેવડાવ્યા હતા.
રાજભવનમાં યોજાયો સમારોહ
રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુએ કર્યું હતું.

મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત
શપથવિધિસમારોહમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો--મહાશિવરાત્રી પહેલા વડોદરાવાસીઓને સુવર્ણ જડિત મહાદેવના દર્શનનો લ્હાવો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AcharyaDevvratChiefJusticeGovernorGujaratFirstGujaratHighCourtGujaratJudiciaryGujaratJudiciaryoathSoniabenGokani
Next Article