Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadnagar to Varanasi Yatra : ઉદયપુરના લોકો ઈચ્છે છે પરિવર્તન, ફ્રી સરકાર નહી; વિકાસની સરકાર લોકો ઈચ્છે છે

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રા એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ...
vadnagar to varanasi yatra   ઉદયપુરના લોકો ઈચ્છે છે પરિવર્તન  ફ્રી સરકાર નહી  વિકાસની સરકાર લોકો ઈચ્છે છે

વડનગરથી વારાણસી (Vadnagar to Varanasi) યાત્રા એક એવી યાત્રા છે, જેમાં વાત માત્ર વિકાસની છે. આ એવી યાત્રા છે જેમાં દીર્ઘ દ્દષ્ટિનું ઉત્તમ નહીં પરંતુ સર્વોત્તમ પ્રમાણ સોનેરી કિરણની જેમ છલકે છે, આ એવી યાત્રા છે જેમાં કલ્પનાથી લઈને કાયાપલટ કેવી રીતે થઈ શકે તેના દર્શન થાય છે. Gujarat First અને OTT ઈન્ડિયા દ્વારા શરૂ થયેલી આ યાત્રામાં 4 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ. 30 દિવસ અને 3 હજાર કિલોમીટર સુધી આ યાત્રા 4 રાજ્યોમાં ભ્રમણ કરશે. વિકાસની આ યાત્રા ખૂબ લાંબી છે. વડનગરથી વારાણસી યાત્રા લઈને અમારી ટીમ ઉદયપુર પહોંચી છે.

Advertisement

OTT ઈન્ડિયા તરફથી આજે અમે ઉદયપુરમાં એક જનમત સંગ્રહ કરવા મળ્યા છીએ. એક આમ આદમી શું ઈચ્છે છે? આમ આદમીનો વિચાર શું? એવામાં અમે અહીં એક ચાવાળા ભાઈને મળીશું તેમની પાસેથી જાણીશું તેમની પાસે ચા પીવા આવતા લોકોનો મિજાજ.

vadnagar to varanasi yatra in udaypur

Advertisement

શું છે અહીંના ચાવાળાનો વિચાર

લાલસિંગ ચાયવાલાએ અમારી ટીમને જણાવ્યું કે, હું 18 વર્ષથી ચાની દુકાન ધરાવું છું. આવનારા સમયમાં સત્તામાં મોદીજી આવવા જોઈએ કારણ કે, આટલા વર્ષો બાદ નજરે આવે છે કે દેશનો વિકાસ આવી રીતે થાય છે. ગહેલોત સરકાર રાજકારણના હિસાબે જોવે છે કે તમને શું કરવાનું શું નહી કરવાનું. મોદીજી વિચારે છે દેશ માટે શું કરવું જોઈએ.

શું છે ઉદયપુરના લોકોનો મિજાજ

ઉદયપુરના તળાવમાં સાંજના ટહેલવા આવેલા અને રાજસ્થાનની રાજનીતિના જાણકાર કેટલાક નાગરિકો સાથે અમારી ટીમે વાતચીત કરી હતી તેમની પાસેથી રાજસ્થાનની રાજનીતિનો રંગ જાણવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો. રાજસ્થાનમાં કોની બોલબાલા છે તે અહીંની જનતા પાસેથી અમે જાણીએ...

Advertisement

vadnagar to varanasi yatra in udaypur

ફ્રીનું કલ્ચર ઉભુ ના થવું જોઈએ

અહીં ઉપસ્થિત એક નાગરિકે જણાવ્યું કે, ગહેલોત સરકાર જે ફ્રીનું કલ્ચર ઉભુ કરી રહી છે તે લોકોને કાર્યશીલ નહી રાખે લોકોને આળસું બનાવશે. આ ના થવું જોઈએ. બધુ ફ્રીમાં આપશે તો જે કામ કરે છે તેમના પર ભારણ વધશે. તેમના પર બિનજરૂરી ભારણ પડશે. આના વિશે સરકાર પુન:વિચાર કરવો જોઈએ. ફ્રીની સરકારથી વિકાસ ના થાય.

vadnagar to varanasi yatra in udaypur

ગહેલોત સરકાર ચૂંટણી માટે કામ કરે છે જનતા માટે નહી

ગહેલોત સરકાર વિશે પોતાનો મત જણાવતા અન્ય એક નાગરિકે જણાવ્યું કે, ગહેલોત સરકારે પાંચ વર્ષ કંઈ ના કર્યું છેલ્લા 8 મહિનામાં બધી યોજના જાહેર કરે છે આ શું દર્શાવે છે કે માત્ર ચૂંટણી માટે કામ કરે છે આ લોકો.

vadnagar to varanasi yatra in udaypur

સૌનો સાથ, સૌનો વિકાસના સુત્રની બુલંદી અમે ઈચ્છીએ છીએ

રાજસ્થાનની જનતાનો મુડ જણાવતા એક નાગરિકે જણાવ્યું કે, જનતા એ ઈચ્છે છે કે પહેલા સુ:ખ, શાંતિ જળવાય, સૌનું કામ થાય. શહેરનો વિકાસ થાય, સામાન્ય જનતાને રોજગારી મળે. સૌનો સાથ, સૌનો વિકાસના સુત્રની બુલંદી અમે ઈચ્છીએ છીએ અને તે થવું જોઈએ. જેથી કોઈને કોઈ નારાજગી ના થાય. પોતપોતાનું કામ સારી રીતે કરે. શિક્ષિત બેરોજગારો માટે રોજગારી ઉપલબ્ધ થાય અને શિક્ષણ, ઉદ્યોગો થકી રોજગારી મળે અને લોકો સુખી રહે. મેવાડની આન, બના અને શાન કાયમ રાખે.

અમારી ટીમે રાજસ્થાનમાં ગહેલોત સરકાર પાસ છે કે ફેઈલ તેના વિશે ઉદયપુરની મહિલાઓનો મત જાણ્યો

vadnagar to varanasi yatra in udaypur

ગહેલોત સરકારમાં મોંઘવારી વધી

રાજસ્થાનની મોંઘવારી વિશે વાત કરતા એક ગૃહિણીએ જણાવ્યું કે, ગહેલોત સરકારમાં જે મોંઘવારી થઈ તે ઘણું ભારણ વધારી રહી છે. હું તો ઈચ્છીશ કે અમે સૌ મોદીજીને જ સપોર્ટ કરવા માંગીએ છીએ.

vadnagar to varanasi yatra in udaypur

મહિલાઓ સુરક્ષિત નથી

અહીં ઉપસ્થિત એક મહિલાએ મહિલાઓની સુરક્ષા વિશે જણાવ્યું કે, ઉદયપુર મહિલાઓ માટે સુરક્ષિત નથી. અહીં પણ યોગીજી જેવા મુખ્યમંત્રી જોઈએ છે. જેથી તોફાની તત્વો અને ઉપદ્રવીઓને કંટ્રોલ કરી શકે તો જ ઉદયપુર સુરક્ષિત રહેશે. આ એક પ્રવાસન સ્થળ છે. તેમ છતાં અહીં આટલી સેફ્ટી નથી.

vadnagar to varanasi yatra in udaypur

મોદીજીના લીધે દેશના લોકોનું મનોબળ વધ્યું

ઉદયપુરના એક સિનિયર સિટિઝને જણાવ્યું કે, મોદીજીની સરકાર સારી છે કારણ કે તે સૌને સાથે લઈને ચાલે છે. દરેક વર્ગના લોકો તેમનાથી ખુશ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની શાખ બનાવી છે તેનાથી આપણાં ભારતવર્ષના દરેક નાગરિકોનું મનોબળ વધ્યું છે. તેમની ઈજ્જત વધી છે. ઉદયપુરમાં મહિલાઓની સુરક્ષા પર તેમણે જણાવ્યું કે, ઉદયપુરમાં મહિલાઓની સુરક્ષા આપણે 100% તો ના કહી શકીએ પણ અહીં 70% થી 80% મહિલા સુરક્ષિત છે. આવનારા સમયમાં મહિલાઓએ જાતે સ્ટ્રોન્ગ બનવું પડશે. તંત્ર, સરકાર કે પોલીસ આપણી સાથે દરેક જગ્યાએ નહી ઉપસ્થિત રહી શકે તેથી અમુક હદ સુધી આપણે પોતે આ કામ કરવું પડશે.

vadnagar to varanasi yatra in udaypur

ગહેલોતની સરકારે હિંદુઓનું તુષ્ટિકરણ કર્યું

અન્ય એક સિનિયર સિટિઝને જણાવ્યું કે, જ્યાં સુધી સવાલ છે ભાજપનો અને નરેન્દ્ર મોદીજીનો દેશ માટે તેમણે જે કર્યુંને 70 વર્ષોમાં નહી થયુ. દરેક સારા મુદ્દા ઉકેલ્યા. રહ્યો પ્રશ્ન અશોક ગહેલોતની સરકારનો બધા જ ખરાબ મુદ્દા છે, હિંદુઓનું તુષ્ટિકરણ કર્યું છે. હવે હિંદુ જાગી ગયો છે અને નિશ્ચિતપણ પરિવર્તન આવશે અને આવવું જોઈએ.

OTT ઈન્ડીયાની ટીમ છે ઉદયપુર જેને તળાવોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના નાગરીકો સાથે અમે વાતચીત કરીને અમે જાણીશું કે તેમના મનમાં શું છે.

vadnagar to varanasi yatra in udaypur

વિકાસ સાથે ચાલે છે મોદીજી

અહીં મોર્નિગ વોક કરવા આવેલા એક નાગરિકે અમારી ટીમને જણાવ્યું કે, આજે દેશમાં ઘર્મ, જ્ઞાતિ-જાતિથી પર થઈને વિકાસની જે વાત કરશે. દેશને આગળ લઈ જનારા મોદીજીના વખાણ કેમ થઈ રહ્યાં છે કારણ કે તેઓ વિકાસ સાથે ચાલે છે.

vadnagar to varanasi yatra in udaypur

રાજસ્થાન ઈચ્છે છે સારુ શિક્ષણ

અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, રાજસ્થાનમાં શિક્ષણનો પ્રશ્ન છે તેને ગ્રોસ લેવલ સુધી લઈ જવુ પડશે. જે રીતે શાળાઓમાં સ્કિલ એજ્યૂકેશનને પ્રોત્સહન આપવું પડશે. થોડા ફેરફાર લાવવા પડશે જે રીતે પ્રોફેશ્નલ શિક્ષણ જે તેમને ભવિષ્યમાં કામ આવી શકે. મોર્ડન એજ્યુકેશનને ઈન્ટ્રડ્યૂસ કરવું જરૂરી છે કારણ કે, રાજસ્થાન શિક્ષણ બાબતે સાઉથની સરખામણીએ હજુ ઘણું પાછળ છે.

vadnagar to varanasi yatra in udaypur

ગહેલોત સરકાર ફેઈલ

અહીં ઉપસ્થિત નાગરિકે જણાવ્યું કે, તુષ્ટિકરણની રાજનીતિના કારણે ગહેલોત સરકાર ફેઈલ છે. તુષ્ટિકરણની રાજનીતિ કરવી જોઈએ નહી. દરેક સમાન છે. તેઓ વારંવાર હિંદુ ધર્મ વિશે બોલે છે તે ખોટું છે. તુષ્ટિકરણના કારણે તેમની સરકાર જશે. ગહેલોત સરકાર સત્તામાંથી જશે તે નક્કી છે.

vadnagar to varanasi yatra in udaypur

મોદી સરકાર તુષ્ટિકરણ અટકાવશે

એક સિનિયર સિટિઝને જણાવ્યું કે, સમગ્ર દેશની જનતા ઈચ્છે છે કે મોદી સરકાર જ આવે કારણ કે તૃષ્ટીકરણ તે જ અટકાવી શકે છે. આતંકવાદ પણ અટકાવી શકે છે. સારા લોકોને ટિકિટ મળે તો સારી સીટો મળશે તેના પર મોદી સરકારે ધ્યાન આપવું જોઈએ. અશોક ગહેલોત બીલકુલ ફેઈલ છે. તેમને દુર કરી બીજા સારા લોકોને લાવવા જોઈએ.

vadnagar to varanasi yatra in udaypur

ગહેલોત સરકાર દરેક મોર્ચે નિષ્ફળ

અન્ય એક સિનિયર સિટિઝને જણાવ્યું કે, ગહેલોત સરકાર દરેક મોર્ચે નિષ્ફળ રહી છે. લોકોને મૂર્ખ બનાવી રહી છે. રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થા બગડેલી છે. રામનવમીમાં કરૌલી, જોધપુરમાં જે પથ્થરમારો થયો કોઈને અટકાવી શક્યા નહી. નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી તે પણ એક છળ છે કારણ કે જિલ્લો બનાવવાની પુરી એક પ્રક્રિયા હોય છે તેના હેઠળ નથી થયું. અન્ય વચનો આપી રહ્યાં છે તે એનકેન પ્રકારે સત્તા મેળવવા માટે કામ કરે છે બાકી રાજસ્થાનમાં જનતાની હિતમાં તેમણે કોઈ કામ નથી કર્યું.

vadnagar to varanasi yatra in udaypur

'અમે સૌનો સાથ સૌનો વિકાસ' ના મંત્ર સાથે

અહીંના સ્થાનિક એક નાગરિકે જણાવ્યું કે, જે સૌનો સાથ સૌનો વિકાસવાળા વિચારને જો રાખે તો એ જ સાચી વિકાસની રીત છે અમે તેની સાથે રહીશું.

ઉદયપુરની પ્રખ્યાત પરોઠાની દુકાને અમે આવી ગયા છીએ અને અહીં પુછીશું કે ઉદયપુરમાં રાજકીય લહેર કેવી છે અને અહીં કોની સરકાર બનશે?

vadnagar to varanasi yatra in udaypur

પરાઠાની દુકાનના માલિકે જણાવ્યું કે, ભાજપની લહેર છે ભાજપની સરકાર બનશે.

vadnagar to varanasi yatra in udaypur

ગહેલોત સરકારની નીતિ ખોટી

અહીં આવેલા એક ગ્રાહકે જણાવ્યું કે, અત્યારે મહત્તમ ચાન્સ તો એ જ છે કે ભાજપની જ સરકાર આવશે કારણ કે ગહેલોત સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને નવી નવી નીતીઓ બનાવી રહી છે જે બીલકુલ ખોટી છે. જેમ કે રાઈટ ટૂ હેલ્થ બનાવ્યું તો ખાનગી હોસ્પિટલવાળા એટલું કામ નથી કરી શકતા જેટલું તે તેમની પાસે કરાવવા માંગે છે અને ચિરંજીવી યોજના જે તેમણે આપી છે તે એક વિશ્વાસઘાત છે કારણ કે પાંચ લાખનો હજુ સુધી ક્લેઈમ પાસ થયો નથી અને તેમાં રેટ્સ નક્કી કરવામાં આવ્યા છે તે એટલા ઓછા છે કે ખાનગી હોસ્પિટલ તે રેટ્સમાં સારવાર કરી શકતી નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગહેલોત સરકાર માત્ર સરકાર ચલાવવા માટે જ નીતિઓ બનાવે છે. ગ્રાઉન્ડમાં કોઈ કામ દેખાતું નથી. જેમ કે ભાજપનું કામ ગ્રાઉન્ડ પર દેખાય છે. આટલા મોટા ફોરલેન, સ્પીડવાળા હાઈ-વે બની ગયા છે. ગહેલોત સરકારે આ પ્રકારની કોઈ યોજના આપી નથી જે ગ્રાઉન્ડ લેવલે દેખાય.

vadnagar to varanasi yatra in udaypur

રાજસ્થાનમાં 100% ભાજપની જ સરકાર બનશે

ઉદયપુરના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, પહેલા ગહેલોત સરકારે સારું કામ કર્યું હતું પણ આ વખતે લોકો ઈચ્છે છે કે ભાજપની સરકાર આવશે, 100% આવશે. જેમણે મોદીનું કામ જોયું છે, તેઓ તેમની સરાહના કરે છે અને તે જ ઈચ્છે છે કે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર આવે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે અશોક ગહેલોત અને સચીન પાયલોટ બંનેને જ નથી બનતું તો આખા રાજસ્થાનને એક કેવી રીતે રાખશે. માત્ર મફતમાં બધુ આપવું તે કામ નથી. જો તમે બધુ જ ફ્રીમાં આપી રહ્યાં છો તો જનતા પર ભારણ પડે છે. જનતા પર ભારણ પડશે તો શ્રીલંકા જેવી સ્થિતિ થઈ જશે. સરકાર ફેઈલ થઈ જશે.

vadnagar to varanasi yatra in udaypur

ભાજપના પ્રતિનિધિઓએ સારા કામ કર્યાં

ઉદયપુરમાં અમારી ટીમે એક યુવક સાથે વાતચીત કરી તેમણે જણાવ્યું કે, રાજસ્થાનમાં ભાજપની બોલબાલા છે કારણ કે અહીં ભાજપનો સારો ક્રેઝ છે. ભાજપના કટારિયા સાહેબે અહીં ખુબ સારા કામો કરાવ્યા છે.

આ પણ વાંચો : VADNAGAR TO VARANASI YATRA : અહીંના કણ-કણમાં બધુ જ અલૌકિક છે, મહાકાલ કોરિડોર જોઈ લોકો કહે છે “મોદી હૈ તો મુમકીન હૈ”

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.