Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમરેલીના માણાવાવમાં લાગેલી આગમાં એક સિંહણ સહીત બે સિંહ બાળનો આબાદ બચાવ

અમરેલી જિલ્લાના માણાવાવ ગામના ગૌચર અને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ મોડી રાત્રે કાબુમાં આવી હતી. 8 હેકટરમાં લાગેલી આગને કાબુમાં કરવા તંત્રને પરસેવો છૂટી ગયો હતો. આ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.  2 સિંહબાળ સાથે સિંહણનો આબાદ બચાવ થયો હતો. સિંહણ આગથી પોતાના સિંહબાળને લઈને ડુંગર જતી હોવાના વીડિયો સામે આવતા સિંહપ્રેમીઓને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.ગઈકાલે મંગળà
અમરેલીના માણાવાવમાં લાગેલી આગમાં એક સિંહણ સહીત બે સિંહ બાળનો આબાદ બચાવ
અમરેલી જિલ્લાના માણાવાવ ગામના ગૌચર અને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ મોડી રાત્રે કાબુમાં આવી હતી. 8 હેકટરમાં લાગેલી આગને કાબુમાં કરવા તંત્રને પરસેવો છૂટી ગયો હતો. આ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.  2 સિંહબાળ સાથે સિંહણનો આબાદ બચાવ થયો હતો. સિંહણ આગથી પોતાના સિંહબાળને લઈને ડુંગર જતી હોવાના વીડિયો સામે આવતા સિંહપ્રેમીઓને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
ગઈકાલે મંગળવારે ચલાલાના માણાવાવના રેવેન્યુ વિસ્તારના સરકારી અને ગૌચરની જમીન પર અચાનક જ વિકરાળ આગ લાગતા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.  અમરેલી, ધારી, રાજુલા અને ચલાલાના ફાયર ફાઇટરની મદદથી મોડી રાત્રે આગ કાબુમાં આવી હતી. 
 ગુજરાત ફર્સ્ટના કેમેરા સિંહણ થઇ કેદ
ઘટના અંગે મામલતદારે કહ્યું કે 'આ આગ અંદાજે 8 હેક્ટરમાં પ્રસરી છે'. સૌથી મહત્વની વાત એ છે કે આ માણાવાવના ડુંગરાળ વિસ્તારમાં 1 સિંહણ તેના 2 સિંહબાળ સાથે રહેતી હતી જે આગથી દૂર ડુંગર પર જઈ ચડી હતી. ગુજરાત ફાર્સ્ટના કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ હતી. દેશની શાન સમાં સિંહોનો આબાદ બચાવ થતા તંત્ર અને સિંહપ્રેમીઓએ હાશકારો અનુભવ્યો હતો.
એક અઠવાડિયામાં ત્રણ અલગ અલગ જગ્યાએ લાગી આગ 
એક જ અઠવાડિયામાં અલગ અલગ ત્રણ જગ્યાએ આગ લાગી હતી. ખાંભાના લાપાળા ડુંગર બાદ મીતીયાળા અભ્યારણમાં અને ગઈકાલે મંગળવારે માણાવાવ ખાતે લાગેલી આગથી તંત્ર વધુ એકવાર દોડતું થયું હતું. સિંહણ સાથે 2 સિંહબાળનો બચાવ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો 
Advertisement
Tags :
Advertisement

.