Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT SOG એ 2.12 કરોડની FICN છાપનાર માસ્ટર માઈન્ડ સહિતની ટોળકી ઝડપી

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ નકલી ચલણી નોટોના દૂષણને ડામવા માટે કરવામાં આવેલી 'નોટબંધી' બાદ પણ દેશના બજારોમાં ડુપ્લીકેટ કરન્સી પ્રતિદિન ઠલવાઈ રહી છે. સુરત શહેર SOG ની ટીમે 'ઓપરેશન ચેન્નાઈ' (Operation Chennai) હેઠળ નકલી નોટો છાપતા માસ્ટર માઈન્ડ સહિત...
surat sog એ 2 12 કરોડની ficn છાપનાર માસ્ટર માઈન્ડ સહિતની ટોળકી ઝડપી

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ

Advertisement

નકલી ચલણી નોટોના દૂષણને ડામવા માટે કરવામાં આવેલી 'નોટબંધી' બાદ પણ દેશના બજારોમાં ડુપ્લીકેટ કરન્સી પ્રતિદિન ઠલવાઈ રહી છે. સુરત શહેર SOG ની ટીમે 'ઓપરેશન ચેન્નાઈ' (Operation Chennai) હેઠળ નકલી નોટો છાપતા માસ્ટર માઈન્ડ સહિત ટોળકીને ઝડપી લઈ કુલ 22.79 લાખની નકલી ભારતીય ચલણી નોટો (Fake Indian Currancy Note) કબજે કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મુખ્ય સૂત્રધાર સૂર્યા સેલ્વારાજે કરેલી કબૂલાત સાંભળીને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં આરોપી દેશના જુદાજુદા રાજ્યોમાં 2.12 કરોડથી વધુની ચલણી નોટો ઠાલવી ચૂક્યો છે.

Advertisement

કેવી રીતે પકડાયું રેકેટ ?

સુરત શહેર એસઓજીની ટીમે (Surat City SOG) ત્રણ આરોપીઓને 5 લાખ 79 હજાર 500 રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો (FICN) સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી શાંતિલાલ મેવાડા (હાલ રહે. સુરત મૂળ રહે. રાજસ્થાન), વિષ્ણુ મેવાડા (રહે. સુરત) અને માઈકલ રાઈવન ફર્નાન્ડીઝ ઉર્ફે રાહુલ (રહે. કર્ણાટક) ની સામે ગુનો નોંધી તાજેતરમાં ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન નકલી નોટો ચૈન્નાઈનો સૂર્યા સેલ્વારાજ (Surya Selvaraj) છાપતો હોવાની હક્કિત મળી હતી.

Advertisement

નકલી નોટો છાપવાની ફેક્ટરી પકડાઈ

સુરત પીસીબી પીઆઈ આર. એસ. સુવેરા (PCB PI R S Suvera) અને એસઓજી પીઆઈ એ. પી. ચૌધરી (SOG PI A P Chaudhary) એ ચૈન્નાઈની ઠોસ માહિતી તેમજ આરોપીનું લોકેશન મેળવ્યું હતું. પોલીસ કમિશનર અજય તોમરે (Ajay Tomar IPS) 'ઓપરેશન ચેન્નાઈ'ને લીલીઝંડી આપતા તામિલનાડુના ચેન્નાઈ ખાતે રહેતા સૂર્યા સેલ્વારાજના ઘર પર સુરત શહેર પોલીસે (Surat City Police) ગત 21 એપ્રિલની વહેલી સવારે રેડ પાડી. રેડ દરમિયાન પોલીસને આરોપીના ઘરમાંથી 17 લાખની નકલી નોટો ઉપરાંત તે છાપવા માટેના પેપર અને મશીનરી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી FICN ઉપરાંત 23 હજારથી વધુ સ્ટેમ્પ પેપર, કલર પ્રિન્ટર, કટર, હિટીંગ મશીન, વોટર માર્કર, 70 નંગ સિક્યુરિટી થ્રેડ અને સિક્યુરિટી થ્રેડ લગાવેલા 20 નંગ ચાઈના પેપર કબજે લીધા છે.

નકલી નોટો છાપવાનો કેમ આવ્યો ખ્યાલ

થ્રીડી એનિમેશનનો કોર્સ કરી ચૂકેલા સૂર્યા સેલ્વારાજે વર્ષ 2022માં શેર બજારમાં ટ્રેડીંગ માટે રાઈટ-વે કેપિટલ નામની કંપની શરૂ કરી હતી. શેર બજારના ગ્રાહકો સાથે કરાર કરતી વખતે વપરાતા સ્ટેમ્પ પેપરને જોઈને નકલી નોટો છાપવાનો વિચાર આવ્યો હતો. સ્ટેમ્પ પેપરનો કાગળ ચલણી નોટો સાથે મળતો આવતો હોવાથી સૂર્યા સેલ્વારાજે મોટી સંખ્યામાં સ્ટેમ્પ પેપર મંગાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત નોટો છાપવા માટે ઓગસ્ટ-2022માં ચેન્નાઈ ખાતેથી મશીનરી સહિતની સામગ્રી ખરીદ કરી.

ગુજરાત સહિત 10 રાજ્યોમાં ઠાલવી FICN

15 હજાર રૂપિયામાં 50 હજારની નકલી ચલણી નોટો વેચતા સૂર્યા સેલ્વારાજનો કાળો કારોબાર ગુજરાત સહિત દેશના 10 રાજ્યોમાં પથરાયેલો છે. ડિસેમ્બર-2022થી આજદિન સુધીમાં સૂર્યા સેલ્વારાજે 2 કરોડ 12 લાખ 38 હજારની નકલી ચલણી નોટો ઠાલવી ચૂક્યો છે. દેશ વ્યાપી નકલી નોટોના રેકેટ (FICN Racket ) માં અનેક આરોપીઓ સંડોવાયેલા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલો બિહારનો એક શખ્સ સૂર્યા સેલ્વારાજને કોટન ચાઈના પેપર અને સિક્યુરિટી થ્રેડ ઓનલાઈન ઓર્ડર પર મોકલી આપતો હતો.

આ પણ વાંચો : PI નું મોત થતા Police મિત્રોએ મદદ માટે 53 લાખ એકઠાં કર્યા

Tags :
Advertisement

.