Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોર્ટ પર કન્ટેનર અને દરિયામાં માછીમારી બોટ વડે ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ : આશિષ ભાટીયા

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી સફોદ નશાનો કાળો કારોબાર સતત વધી રહ્યો છે. દર બીજા કે ત્રીજા દિવસે રાાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડાાયાની સમાચારો સામે આવી રહ્યા છે. હજારો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. આજે જ અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી 80થી 90 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઉપરાંત આડજે રાજ્યના પોલીસ વિભા દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામા
પોર્ટ પર કન્ટેનર અને દરિયામાં માછીમારી બોટ વડે ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ   આશિષ ભાટીયા
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી સફોદ નશાનો કાળો કારોબાર સતત વધી રહ્યો છે. દર બીજા કે ત્રીજા દિવસે રાાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડાાયાની સમાચારો સામે આવી રહ્યા છે. હજારો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. આજે જ અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી 80થી 90 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઉપરાંત આડજે રાજ્યના પોલીસ વિભા દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં 2,180 કરોડ કિંમતનું કુલ 436 કિલો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. 
ખાસ કરીને આ બધુ ડ્રગ્સ રાજ્યમાં દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવી રહ્યું છે. મશાનો કાળો કારોબાર કરતા લોકો માટે ગુજરાત સિલ્ક રુટ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ તમામ બાબતો વિશે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ ‘ગુજરાત ફર્સ્ટ’ એક્સક્લુઝીવ વાતચીત કરી હતી.
ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ ઘણી એક્ટિવ
રાજ્યમાં ડ્રગ્સની ઘુસણખોરી માટે પોર્ટને જ કેમ ટાર્ગેટ કરાય છે તે સવાલનો જવાબ આપતા ડીજીપીએ જણાવ્યું કે અત્યારે ડ્ર્ગ્સને ગમે તે વિસ્તારમાંથી નાંખવાનો અને સ્મગલિંગ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ખાસ કરીને અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી બહુ મોટાપાયે થાય છે. જેમાંથી એસિટીક એનહાઇડ્રાઇડનો ઉપયોગ કરીને હેરોઇન બનાવવામાં આવે છે. ત્યાંથી અલગ અલગ જગ્યા પર તેને સ્મગલ કરવામાં આવે છે. જેનો એક રુટ છે તે દરિયાઇ વિસ્તારનો છે, ત્યાંથી ડ્ર્ગ્સ આવે છે. આ સિવાય કન્ટેનર મારફતે પણ આવતું હોય છે. ફિશીંગ બોટમાં પણ ડ્રગ્સ આવે છે. ભૂતકાળમાં પણ આવા ઘણા બધા ઓપરેશન થયા છે.
ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ ઘણી એક્ટિવ છે. કોઇ પણ પ્રકારનું ડ્રગ્સ આ વિસ્તારમાંથી કશે પહોંચવા નથી દેતા. તમામ ડ્રગ્સને માહિતીના આધારે તરત સીઝ કરી દેવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ મોટા કેસમાં કુલ 436 કિલો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2,180 કરોડ થાય છે. 
બીએસએફના કારણે લેન્ડ બોર્ડર પર સ્મગલિંગ અટકી
એવું માની શકાય કે ગુજરાત ડ્રગ્સ માટે સિલ્ક રુટ બનતું જાય છે? આ સવાલના જવાબમાં રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે કાશ્મીર મારફત ભારત અને પાકિસ્તાનનો જે વેપાર હતો તે 2019માં બંધ થઇ ગયો છે. આ વેપારના ઓથા હેઠળ ડ્રગ્સની જે સ્મગલિંગ થથી હતી તે બંધ થઇ ગઇ. ત્યારબાદ પંજાબ બોર્ડર પર પણ બીએસએફ અને પંજાબ પોલીસના કારણે ડ્રગ્સનું સ્મગલિંગ કંટ્રોલમાં આવી ગયું. તેની નીચે રાજસ્થાન બોર્ડર પણ ફેન્સિંગ છે. બીએસએફના કારણે ત્યાંથી ડ્રગ્સ ઘૂસાડવું પણ શક્ય નથી. અમુક જગ્યાએ ફરતા રેતીના ઢુવાના કારણે થોડી ઘણી શક્યતા હોય છે, પરંતું બીએસએફ અને સ્થાનિક પોલીસની સતર્કતાના કારણે તે પણ અટકી ગયું છે. 
ત્યારબાદ ગુજરાત બોર્ડર આવે છે. ગુજરાતની જે લેન્ડ બોર્ડર છે તેના પર ફેન્સીંગ છે અને બીએસએફ પણ છે. જેથી ત્યાંથી પણ ડ્ર્ગ્સ ઘૂસાડવાની કોઇ શક્યતા નથી રહેતી. પરંતુ ત્યારબાદ સીધો ગુજરાતનો દરિયાઇ માર્ગ આવે છે. ગુજરાતમાં કુલ 1600 કિમીનો દરિયાકિનારો છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ જેવો વિસ્તાર છે. ગુજરાતથી લઇનવે કેરળ સુધી સ્મગલિંગની શક્યતા રહે છે. 
પીપાવાવ પોર્ટ પર ડ્રગ્સ મળ્યું તે કન્ટેનર બિનવારસી
ગુજરાતમાં બંદરો પર કાયદેસરના કન્ટેનર આવે છે તેમાં પણ ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે સિવાય ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં લગભગ ત્રીસેક હજાર માછીમારી બોટ માછીમારી કરે છે. તેના મારફતે પણ ડ્ર્ગ્સ ઘૂસાડવામાં આવે છે. અત્યારે તમામ એજન્સીઓ જેવી કે  DRI, ATS કે NCB એક્ટિવ છે. માહિતીના આધારે આ એજન્સીઓ ડ્રગ્સને જપ્ત કરે છે. કંડલા પોર્ટમાં, પીપાવાવ પોર્ટમાં કે દરિયામાં, અટારી બોર્ડર પર હાલમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
આજે પીપાવાવ પોર્ટ પર મળેલા ડ્રગ્સના જથ્થા વિશે વાત કરતા કહ્યું કે આ જે કન્ટેનર છે તે લગભગ પાંચ મહિના પહેલા ત્યાં આવ્યા હતા. આ કન્ટેનર બિનવારસી હતા. તેની હરાજી કરવાની તૈયારી થતી હતી તેટલામાં ગુજરાત એટીએસને માહિતી મળી કે તેના અંદર કન્સાઇનમેન્ટ છે. એટલે તેમણે ડીઆરઆઇને માહિતી આપી અને બંનેએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં કન્ટેનરની અંદરથી 395 કિલો સૂતળી મળી આવી હતી. જેના પર ડ્રગ્સનો ઢોળ ચડાવાયો હતો. જેનો વજન લગભગ 80થી 90 કિલો છે. આમ સૂતળી સાથે મિક્સ કરીને ડ્રગ્સ મોકલવાનો પ્રયાસ થયો છે. 
Advertisement
Tags :
Advertisement

.